ભ્રષ્ટાચાર કરવામાં ભાજપ કોંગ્રેસ એક બન્યા

PC: thequint.com

ભ્રષ્ટાચાર દ્વારા પ્રજાના પૈસાની ધોળે દિવસે લૂંટ ચલાવવામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક બની જાય છે. તેમાંએ સહકારી ક્ષેત્ર પર જ્યારથી રાજકારણીઓએ કબજો કર્યો છે ત્યારથી ભાજપ અને કોંગ્રેસ લૂંટનો માલ ઘરભેગા કરી રહ્યાં છે. આવો જ એક ભ્રષ્ટાચાર ધારાસભ્ય અને ધારાસભ્યના કુટુંબ દ્વારા કરાયો હોવાનું ગાંધીનગરના સહકારી વિભાગે સાબિત કરીને ભ્રષ્ટાચારના નાણાં વસૂલવા માટે નોટિસ ફટકારી છે.

આણંદ જિલ્લાના તારાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં રૂ.93.43 લાખની ગોલમાલ કરી હતી તે કેસમાં તપાસ પૂરી થતાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નાયબ દંડક અંબાલાલ રોહિતના ભાઈ રણછોડ રોહિત અને કોંગ્રેસના સૌજીત્રાના ધારાસભ્ય પુનમ પરમાર સહિત અનેક રાજકીય લોકો રંગે હાથ ભ્રષ્ટાચાર કરતાં પુરાવા સાથે પકડાઈ ગયા છે. આવા 25 લોકોને રાજ્યના સહકાર વિભાગના ખેત બજાર ઉત્પન્ન નિયામક અને ગ્રામ અર્થતંત્રના અધિકારીએ નોટિસ ફટકારી છે.

તેમની પાસેથી ભ્રષ્ટાચારના નાણું વસુલવા માટે આદેશ કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય પુનમ પરમારના ભાઈ ચંદુ પરમાર કે જે અમૂલ ડેરીના ડિરેક્ટર પણ છે. આ બતાવે છે કે જ્યારથી રાજકીય લોકો સહકારી સંસ્થાઓમાં કબજો જમાવી રહ્યાં છે ત્યારથી ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે. જે ભ્રષ્ટાચાર થયા છે તેમાં મકાનોનું રિનોવેશન, ગોડાઉન બનાવવા, રોડ બનાવવા, મકાનો ભાડે આપવા વગેરે સાથે થાય છે.

રાજકીય આગેવાન શંકરસિંહ વાઘેલાના એક સમયના નજીક અને પછી ભાજપમાં પક્ષાંતર કરનાર વિપુલ ચૌધરી સામે પણ મહેસાણા સહકારી ડેરીમાં ભ્રષ્ટાચાર બાબતે ગંભીર આરોપો છે. કૌભાંડ રચવામાં ભાજપ અને કોંગ્રેસ કે કોઈ પણ પક્ષના નેતાઓ એક બની જતાં જોવા મળી રહ્યાં છે. તેથી સહકારી સંસ્થાઓમાં રાજકીય પક્ષોનું પ્રભુત્વ ખતમ કરવા માટે દૂધ ઉત્પાદક એવા પશુપાલકોને મતદાનના સીધા અધિકાર આપવા હવે જરૂરી બની ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp