સિસોદિયાએ આ BJP સાંસદ પર લગાવ્યો કેજરીવાલની હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ

PC: ndtv.com

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું છે કે, પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલની હત્યા થઈ શકે છે. તેમણે કહ્યું છે કે, એમસીડી અને ગુજરાતમાં હારના ડરથી BJP ષડયંત્ર રચી રહ્યું છે. સિસોદિયાએ BJP સાંસદ મનોજ તિવારીનું નામ લીધુ અને તેમના પર ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો. તેમણે તિવારીની ધરપકડ કરવાની માંગ કરતા ચૂંટણી આયોગ અને પોલીસને ફરિયાદ કરવાની વાત કહી છે.

મનીષ સિસોદિયાએ શુક્રવારે સવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, BJPએ કેજરીવાલને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો. આ કોઈ પ્રયત્નમાં સફળ ના થયા તો કાલે મનોજ તિવારીએ એક પ્રકારે ધમકી આપી છે કેજરીવાલજીને. તેના દ્વારા સ્પષ્ટ થઈ ગયુ છે કે, BJP કેજરીવાલની હત્યાનું ષડયંત્ર રચી રહ્યું છે. જે પ્રકારની ભાષાનો ઉપયોગ તિવારીએ કર્યો છે તેનાથી સ્પષ્ટ થઈ ગયુ છે કે, બદનામ કરવાના ષડયંત્રમાં નિષ્ફળ રહેલી BJP હવે હત્યાનું ષડયંત્ર રચી રહ્યું છે. અમે તેની ફરિયાદ ચૂંટણી આયોગને કરીશું. FIR પણ દાખલ કરાવીશું. મનોજ તિવારીની ધરપકડ કરવામાં આવે અને તેની વિસ્તૃત તપાસ કરાવવામાં આવે. આજે કેજરીવાલ દેશમાં ખૂબ જ લોકપ્રિય નેતા છે. આથી, BJP નીચલા સ્તર પર ઉતરીને હત્યાનું ષડયંત્ર રચી રહ્યું છે.

સિસોદિયાએ આ પહેલા ગુરુવારે રાત્રે પણ આરોપ લગાવ્યો હતો કે દિલ્હી BJPના પૂર્વ અધ્યક્ષ અને નોર્થ ઈસ્ટ દિલ્હીથી સાંસદ મનોજ તિવારીએ પોતાના ગુંડાઓને કેજરીવાલ પર હુમલો કરવા માટે કહ્યું અને તેના માટે પૂરી પ્લાનિંગ કરવામાં આવ્યું છે. સિસોદિયાએ ટ્વીટ કર્યું, ગુજરાત અને એમસીડી ચૂંટણીમાં હારના ડરથી ગભરાયેલું BJP અરવિંદ કેજરીવાલની હત્યાનું ષડયંત્ર રચી રહ્યું છે. તેમના સાંસદ મનોજ તિવારી ખુલ્લેઆમ પોતાના ગુંડાઓને અરવિંદજી પર હુમલો કરવા માટે કહી રહ્યા છે અને તેનું બધુ પ્લાનિંગ કરી લીધુ છે. AAP તેમના આવા રાજકારણથી ગભરાતુ નથી, તેમની ગુંડાગર્દીનો જવાબ હવે જનતા આપશે.

સિસોદિયાનું ટ્વિટ મનોજ તિવારીના એ ટ્વિટના જવાબમાં આવ્યું જે તેમણે ગુજરાતમાં પ્રચાર દરમિયાન કર્યું. તેમણે કહ્યું કે, ટિકિટોનું વેચાણ અને સત્યેન્દ્ર જૈનના મસાજ લેતા સામે આવેલા વીડિયોના કારણે AAP કાર્યકર્તાઓમાં જેટલો આક્રોશ છે, તેને જોતા તેમને દિલ્હીના CMની સુરક્ષાની ચિંતા સતાવી રહી છે. તિવારીએ લખ્યું, અરવિંદ કેજરીવાલજીની સુરક્ષાને લઈને હું ચિંતિત છું કારણ કે, સતત ભ્રષ્ટાચાર, ટિકિટનું વેચાણ તેમજ જેલમાં બળાત્કારી સાથે મિત્રતા તેમજ મસાજ પ્રકરણને લઈને AAP કાર્યકર્તા તેમજ જનતા ગુસ્સામાં છે. તેમના ધારાસભ્યને માર પણ મારવામાં આવ્યો છે. આથી, દિલ્હીના CMની સાથે એવુ ના થાય... સજા કોર્ટ જ આપે.

મનોજ તિવારીએ સિસોદિયાના આરોપો પર કોઈ જવાબ નથી આપ્યો. જોકે, દિલ્હી BJPના પ્રવક્તા પ્રવિણ શંકર કપૂરે દાવો કર્યો કે, કેજરીવાલ રાજકીય જગ્યા અને જનતાની સહાનુભૂતિ મેળવવા માટે પોતાના પર હુમલાનું ષડયંત્ર રચી શકે છે. તેમણે કહ્યું, સિસોદિયાના ટ્વિટ બાદ એ સ્પષ્ટ છે કે AAP ચિંતત છે. રાજકીય જગ્યા અને સહાનુભૂતિ મેળવવા માટે અરવિંદ કેજરીવાલ કંઈ પણ કરી શકે છે, ત્યાં સુધી કે પોતાના પર હુમલો પણ કરાવી શકે છે. જનતામાં AAPની છબિ ધ્વસ્ત થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp