યુપીમાં યોગી ન સાચવી શક્યા પોતાનું ગઢ, બન્ને બેઠકો પર હાર

PC: thelondonpost.net

ઉત્તર પ્રદેશની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં ભાજપની હાર દેખાઈ રહી છે. સીએમ યોગીના ગઢ મનાતા ગોરખપુર અને ફુલપુરમાં ભાજપના ઉમેદવારો પર પ્રતિસ્પર્ધી ઉમેદવારોએ મોટા માર્જિનથી લીડ હાંસલ કરી છે. મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. માત્ર રિઝલ્ટની ઔપચારિક જાહેરાત કરવાનું બાકી હોવાનું મીડિયા રિપોર્ટ જણાવી રહ્યા છે. ભાજપના હાથમાં ગોરખપુર અને ફુલપુર બન્ને બેઠક હાથમા સરકતી જણાઈ રહી છે.

મળી રહેલા અહેવાલો પ્રમાણે યોગીના ગઢ મનાતા ગોરખપુરમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પ્રવીણ નિષાદ 22,954 વોટથી આગળ ચાલી રહી છે. જ્યારે ફુલપુરમાં ભાજપ 51,139 વોટથી પાછળ ચાલી રહી છે. ફુલપુરની બેઠક પર ભાજપની હાર નિશ્ચિત મનાઈ રહી છે. જ્યાર ગોરખપુરમાં મતગણતરીને લઈ ભાજપ, સપા અને બસપાએ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆતનો મારો કરતા પરિણામ જાહેર કરવામા વિલંબ થઈ રહ્યો છે. અત્રે નોંધનીય છે કે ગોરખપુર સીટની મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજીનામું આપતા ખાલી પડી હતી. આ બેઠક પરથી યોગી પાંચ વખત સાંસદ બની ચૂક્યા છે. યોગી પોતાની બેઠક પણ બચાવી શક્યા નથી. જ્યારે ફુલપુર યુપીના ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્યના કારણે ખાલી પડી હતી. કેશવ પ્રસાદ મૌર્યે કહ્યું કે બસપાના વોટ સપામાં કન્વર્ટ થતાં ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે. 

ફુલપુરમાં સપાના ઉમેદવારે નાગેદ્રસિંહ પટલેને 59613 વોટ મળ્યા હતા. આમ નાગેન્દ્રસિંહ પટેલ જીતી ગયા છે. બીજી તરફ ગોરખપુરમાં પણ સપાના ઉમેદવાર પ્રવીણ કુમાર નિષાદ જીત તરફ આગળ વધી રહ્યા છે. મતગણતરી અંતિમ તબક્કામાં છે અને એવું લાગે છે કે ભાજપે લોકસભાની ત્રણ બેઠકો પર હારનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે બે વિધાનસભામાંથી ભાજપે એક પર જીત મેળવી છે અને એક પર હાર ખમવી પડી છે.

જ્યારે અરરિયા લોકસભામાં આરજેડીના ઉમેદવાર સરફરાઝ આલમે ભાજપના ઉમેદવાર પ્રદીપ કુમારને 43 હજાર કરતા પણ વોટથી પરાસ્ત કર્યા છે.

બિહારના જહાનાબાદમાં તેજસ્વી યાદવે ભાજપ અને નીતિશને પરાસ્ત કરી દીધા છે. જહાનાબાદમાં આરજેડીએ 35,036 વોટથી જીત હાંસલ કરી લીધી છે.

જહાનાબાદમાં આરજેડીના કુમાર કૃષ્ણ મોહન યાદવે ભાજપના ઉમેદવારને હરાવ્યા હતા. ભાજપે એક માત્ર ભભુઆ વિધાનસભા જાળવી રાખી છે. ભાજપના ઉમેદવાર રીંકી રાણીએ 53252 વોટ હાંસલ કર્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શુંભુ પટેલને 40936 વોટ મળ્યા હતા. આમ રીંકી રાણીએ કોંગ્રેસના ઉમેદવારને હાર આપી હતી.
2014ની લોકસભાની ચૂંટણીમાં યુપીમાં ભાજપે 80માંથી 73 સીટ કબ્જે કરી હતી અને આજે થયેલી મતગણતરીમાં ભાજપના વળતા પાણી થયા હતા અને યુપીની લોકસભાની બન્ને બેઠકો ગુમાવવાનો વારો આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp