મનુસ્મૃતિ સમાજમાં નફરત ફેલાવતું પુસ્તક, રામચરિતમાનસ નફરત ફેલાવતો ગ્રંથઃ મંત્રી

PC: abplive.com

રામચરિતમાનસને લઇને બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરનું નિવેદન ચર્ચાઓમાં છે. શિક્ષણ મંત્રીના નિવેદનથી રાજનૈતિક ધમાસાણ તેજ થઇ ગયું છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઘણા નેતાઓએ નીતિશ કુમાર અને ગઠબંધન વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. શિક્ષણ મંત્રી ચંદ્રશેખર પટનામાં નાલંદા ઓપન યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં સામેલ થયા હતા. આ દરમિયાન તેમણે રામચરિતમાનસને લઇને નિવેદન આપ્યું છે. મંત્રીએ બુધવારે કહ્યું કે, મનુસ્મૃતિ સમાજને વહેંચનારું અને નફરત ફેલાવનારું પુસ્તક છે.

સાથે જ તેમણે રામચરિતમાનસના કેટલાક અંશ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, મનુસ્મૃતિની 85 ટકા વસ્તીવાળા મોટા તબક્કા વિરુદ્ધ ગાળો આપવામાં આવી. રામચરિતમાનસના ઉત્તર કાંડમાં લખ્યું છે કે નીચ જાતિના લોકો શિક્ષણ ગ્રહણ કર્યા બાદ સાંપની જેમ ઝેરી થઇ જાય છે. તે નફરત ફેલાવતો ગ્રંથ છે. એક યુગમાં મનુસ્મૃતિ, બીજા યુગમાં રામચરિતમાનસ, ત્રીજા યુગમાં ગુરુ ગોવલકરનો બંન્ચ ઓફ થૉટ, આ બધા દેશને, સમાજને નફરત વહેંચે છે. નફરત દેશને ક્યારેય મહાન નહીં બનાવે. દેશને મહાન માત્ર પ્રેમ જ બનાવશે.’

આ અંગે અયોધ્યાના મહંત જગદગુરુ પરમહંસ આચાર્યાએ શિક્ષણ મંત્રીને ધમકી આપી છે. તેમણે મંત્રી પદ પરથી સસ્પેન્ડ કરવાની પણ માગ કરી છે. સાથે જ મહંતે કહ્યું કે, બિહારના શિક્ષણ મંત્રીની જીભ કાપનારને તેઓ 10 કરોડ રૂપિયાનું ઇનામ આપશે. બિહારના શિક્ષણ મંત્રી પ્રોફેસર ચંદ્રશેખરના નિવેદન પર ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી અશ્વિની ચોબેએ જોરદાર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, ‘રામચરિતમાનસ સનાતન શાશ્વત અને ભારતનું એક જ્ઞાન તંત્ર છે. રામચરિતમાનસ બાબતે જે વ્યક્તિએ આ વાત કહી છે તેઓ અજ્ઞાની મંત્રી છે.

તેમણે જ્ઞાન શીખવાની જરૂરિયાત છે. મને લાગે છે કે કરોડો લોકોની શ્રદ્ધા પર તેમણે ઠેસ પહોંચાડી છે. સનાતન ધર્માવલંબી ક્યારેય તેને સહન નહીં કરે. તેઓ અજ્ઞાની શિક્ષણ મંત્રી છે, જેમણે જ્ઞાન શીખવાની જરૂરિયાત છે, તેમણે દેશવાસીઓ પાસે માફી માગવી જોઇએ. શિક્ષણ મંત્રીના નિવેદન પર મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, તેમને આ બાબતે જાણકારી નથી. મેં તેમનું નિવેદન સાંભળ્યું નથી. તેમને પૂછીશું કે તેમણે ક્યાં અને શું બોલ્યા? તો RJD પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ શિક્ષણ મંત્રીના પર કહ્યું કે, આ તેમની અંગત પ્રતિક્રિયા છે. ભાજપ નફરતનું કામ કરે છે અને એટલે તેમના નિવેદનનો ખોટો સંદર્ભ કાઢવામાં આવ્યો હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp