સાધ્વી પ્રજ્ઞાના નિવેદન પર ભાજપે હાથ ઊંચા કર્યા અને કહ્યું કે...

PC: thewire.in

‘નાથુરામ ગોડસે દેશભક્ત હતા, છે અને રહેશે’ સ્ટેટમેન્ટ આપીને વિવાદમાં આવી ગયેલા ભારતીય જનતા પાર્ટીના લોકસભા બેઠકના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાના સ્ટેટમેન્ટ સાથે ભાજપે છેડો ફાડ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ સાધ્વી પ્રજ્ઞાના સ્ટેટમેન્ટને સપોર્ટ આપવાનો ઇનકાર કરી દીધો હતો. ભારતીય જનતા પાર્ટના નેતા GVL નરસિમ્હા રાવે નિવેદન આપ્યું હતું, નથુરામ ગોડસેના સાધ્વી પ્રજ્ઞાના નિવેદનનું ભાજપ સમર્થન નથી કરતું. અમે આ સ્ટેટમેન્ટની નિંદા કરીએ છીએ અને પાર્ટી તેમની પાસે આ સ્ટેટમેન્ટ અંગે સ્પષ્ટતા માગશે. તેમણે આ નિવેદન પર જાહેરમાં માફી માગતું નિવેદન આપવું પડશે.

સાધ્વી પ્રજ્ઞાએ નાથુરામ ગોડસેને કહ્યા હતા દેશભક્ત

દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરનારા નથુરામ ગોડસેને લઇને ફરીએકવાર રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કમલ હાસનના નથુરામ ગોડસેના સ્ટેટમેન્ટ બાદ હવે મધ્ય પ્રદેશની ભોપાલ સીટ પરથી ભારતીય જનતા પાર્ટીની સીટ પર લડી રહેલા સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું છે કે, નથુરામ ગોડસે દેશભક્ત હતા.

મીડિયાએ સાધ્વી પ્રજ્ઞાને સવાલ પૂછ્યો હતો કે, કમલ હાસને સ્ટેટમેન્ટ આપ્યું છે કે, નથુરામ ગોડસે પહેલા આતંકવાદી હતા, તમે શું કહો છો ભગવા આતંકવાદને લઇને તમારા પર પણ પહેલા આરોપો લાગતા રહ્યા છે, દિગ્વિજય સિંહે પણ પહેલીવાર આ શબ્દોનો ઉપયોગ કર્યો કર્યો હતો. તમે શું કહેશો નાથુરામ ગોડસે પર? 

આના જવાબમાં સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે, નાથુરામ ગોડસે દેશભક્ત હતા, છે અને રહેશે. તેમને આતંકવાદી કહેનારા લોકો પોતાના ગીરેવાનની અંદર ઝાંખીને જોવે, અત્યારની ચૂંટણીમાં આવા લોકોને જવાબ આપી દેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp