ભાજપનું ઘર પણ સલામત નથી: આ નેતા જોડાયા કોંગ્રેસમાં

PC: newsable.asianetnews.com

નાણાં લઈને ટિકિટો આપવાની બાબતે બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ ઝાકીર ચૌહાણને તુરંત બરતરફ કરી દીધા બાત હવે તેમના સ્થાને કોંગ્રેસના વારસાઈ હક્ક પ્રમાણે કોંગ્રેસના પૂર્વ નેતાના પૂત્ર દિનેશ ગઢવીને પ્રમુખ પદની કામચલાઉ જવાબદારી સોંપી છે. કોંગ્રેસની રાજકીય ઉથલપાથલ થઈ રહી હતી ત્યારે ભાજપમાં પણ ધરતીકંપ થયો છે.

ભાજપના પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેન્દ્ર જોષી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીનું વાતારવણ જામ્યું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસમાં રાજરમત શરૂ થઈ છે. કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો એવું સ્પષ્ટ કહે છે કે, ભાજપ અને કોંગ્રેસ એમ બન્નેમાં વિધાનસભા ચૂંટણીમાં ટિકિટો ઉપરથી જ વહેંચવામાં આવી હતી ત્યારે કેમ કોઈની સામે પગલાં ભરાયા નથી. યોગ્ય ઉમેદવારને ટિકિટો ન આપવાના કારણે કોંગ્રેસ અને ભાજપે કેટલીક સામ સામે બેઠક ગુમવી પડી છે. તેમાં પણ પગલાં ભરવાની જરૂર છે.

હવે બનાસકાંઠામાં પણ બળવો થયો છે. કેટલીક જગ્યાએ બે ટિકિટો આપી દેવામાં આવી છે. જેના કારણે વડગામમાં કોંગ્રેસના કાર્યકરોએ રાજીનામાં આપી દઈને કોંગ્રેસ સામે બળવો કર્યો છે. ટિકિટ આપવામાં રૂ.25 હજાર લીધા અને ટિકિટ ન આપતાં ચૌહાણને કોંગ્રેસે બરતરફ કર્યાં છે. કોંગ્રેસના હાથમાં સત્તા આવે એવું વાતાવરણ જામ્યુ હતું ત્યાં હવે ટિકિટ ખરીદ વેચાણની વાત આવતાં કોંગ્રેસ સામે રોષ ભભુકી ઉઠ્યો છે. સમગ્ર રાજ્યમાં અનેક જગ્યાએ ટિકિટોનું વેચાણ અને ખરાદી થઈ હતી. નાણાંની મોટા પાયે હેરાફેરી થઈ હતી. બન્ને પક્ષમાં પક્ષાંતરનું દૂષણ ઘર કરી ગયું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp