જાણો કેમ BJP નેતાઓએ પ્રિયંકા અને રાહુલ ગાંધીને મોકલી ફ્લાઇટની ટિકિટ

PC: theprint.in

મધ્ય પ્રદેશના ઈન્દોરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને રાજસ્થાન જવા માટે ફ્લાઇટની ટિકિટ મોકલી છે. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે ત્યાં દલિતો પર અત્યાર યથાવત છે. BJPનું કહેવું છે કે ગાંધી ભાઈ-બહેન ઉત્તર પ્રદેશમાં રાજકીય ટૂર પર છે. અહીં આ લોકોએ લખીમપુર ખીરીમાં બનેલી હિંસક ઘટનામાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનો સાથે મુલાકાત કરી પરંતુ તેમની પાસે એ જોવાનો સમય નથી કે રાજસ્થાનમાં દલિતો સાથે શું થઈ રહ્યું છે.

ઈન્દોર જિલ્લાના BJP અધ્યક્ષ રાજેશ સોનકરે કહ્યું હતું કે અમે ફંડ એકત્ર કર્યો અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને દિલ્હીથી જયપુર જવા માટે ફ્લાઇટની ટિકિટ મોકલી છે. આ ટિકિટ અમે એટલે મોકલી છે જેથી તેઓ આવીને દલિત સમુદાયના એ સભ્યોને મળી શકે જે કોંગ્રેસ શાસિત રાજસ્થાનમાં ત્રાસનો શિકાર બની રહ્યા છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને આ ટિકિટ સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવી છે. રાજેશ સોનકરે કહ્યું કે હાલમાં જ રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં એક દલિતને માર મારવામાં આવ્યો છે.

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના સુરજગઢ વિસ્તારમાં એક દલિત યુવક જગદીશ મેઘવાલની હત્યાનો કેસ સામે આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં કેટલાક લોકો યુવકને મારતા નજરે પડ્યા હતા. ઘટના બાદ પોલીસે તેમાં સામેલ 4 આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારબાદ જ આ ઘટના વેગ પકડતી જઈ રહી છે. આ ઘટનાને લઈને રાજેશ સોનકરે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને ટિકિટ મોકલી છે. પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાહુલ ગાંધી રાજકીય ટૂરમાં વ્યવસ્ત છે તેમની પાસે હનુમાનગઢ જવા માટે સમય નથી જેથી તેઓ દલિત પરિવારને મળી શકે.

3 ઓક્ટોબરના રોજ લખીમપુર ખીરીમાં થયેલી હિંદક ઘટના બાદ પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ રાજ્ય સરકાર વિરુદ્ધ આક્રમકતા દેખાડી હતી. આ કાંડમાં 9 લોકોના મોત થઈ ગયા હતા જેમાં 4 ખેડૂત પણ સામેલ હતા. કોંગ્રેસ નેતાઓના પ્રતિનિધિ મંડળે બુધવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. આ પ્રતિનિધિમંડળમાં રાહુલ ગાંધી પણ સામેલ હતા. રાષ્ટ્રપતિ સાથે મુલાકાત દરમિયાન કોંગ્રેસ પ્રતિનિધિમંડળે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાને સમય બગાડ્યા વિના સસ્પેન્ડ કરવાની માગણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp