26th January selfie contest

2020મા ભાજપને વધુ એક વખત ફટકો પડશે, જાણો ક્યાં

PC: khabarchhe.com

ગુજરાત વિધાનસભામાં ઓછી બેઠકો લાવનારા સત્તાધારી ભાજપને 2020ની રાજ્યસભાની ચૂંટણીમાં ફરી એકવખત મોટો ફટકો પડવાનો છે. સંખ્યાબળ ઓછું હોવાથી ભાજપને એક બેઠકનું નુકશાન થઈ શકે છે.

રાજ્યસભામાં હાલ 11 બેઠકો પૈકી ચાર બેઠકો કોંગ્રેસ પાસે છે. 2017મા થયેલી ચૂંટણીમાં અહમદ પટેલ અને નારણ રાઠવા ચૂંટણી જીતી ગયા હતા. આ બન્ને બેઠકો પૈકી એક બેઠકનો કોંગ્રેસને ફાયદો થયો હતો, કારણ કે વિધાનસભામાં કોંગ્રેસની બેઠકોમાં વધારો થયો છે.

ભાજપ પાસે સાત બેઠકો છે જે પૈકી લોકસભાની ચૂંટણી પછી 2020મા આવી રહેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક સભ્ય નિવૃત્ત થાય છે. ભાજપની 99ની સભ્ય સંખ્યા જોતાં પાર્ટીને ત્રણ પૈકી બે બેઠકો મળી શકે છે.

9મી એપ્રિલ 2020મા ભાજપના ચીનુ ગોહિલ, શંભુ તુંડિયા અને લાલસિંહ વડોદિયા નિવૃત્ત થાય છે. પાર્ટી આ ત્રણેયને રિપીટ કરે તેમ મનાતું નથી. આ વખતે ભાજપ નવા ઉમેદવારોની શોધ કરશે. બીજી તરફ કોંગ્રેસમાંથી મધુસુદન મિસ્ત્રી નિવૃત્ત થઈ રહ્યાં છે.

કોંગ્રેસનું સંખ્યાબળ જોતાં કોંગ્રેસને બે બેઠકો મળી શકે છે. આ સંજોગોમાં ભાજપને ફરીથી શંકરસિંહવાળી કરવી પડે તેમ છે. કોંગ્રેસના સભ્યોને ખેરવીને ભાજપમાં લઈ જવા પડે અન્યથા ભાજપને માત્ર બે બેઠકો જ મળશે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp