26th January selfie contest

ભાજપના આ મંત્રીએ કર્યો જાહેરમાં પેશાબ, ફોટો થયા વાયરલ

15 Feb, 2018
03:00 PM
PC: newsforneta.com

ભાજપના મંત્રી જેવા હોદ્દા પર બિરાજમાન વ્યક્તિ દ્વારા પીએમ મોદીના સ્વચ્છતા અભિયાનના ઘજાગરા ઉડાડવામાં આવતા હોય તો પછી સામાન્ય જનતા શું કરે. ભાજપ સરકારના મંત્રીના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભારે શરમજનક સ્થિતિ ઉભી થઈ છે.

રાજસ્થાનના મંત્રી કાલીચરણ સરાફના ફોટો વાયરલ થયા છે. ઝાલાના બાયપાસ નજીક મંત્રીએ કારના કાફલાને અટકાવી જાહેરમાં પેશાબ કર્યો હતો. કાલીચરણ સરાફ ચિકત્સા મંત્રી છે. કાલીચરણ સરાફના ફોટો અંગે વિપક્ષના નેતા ગોવિંદ ડોટાસરાએ કહ્યું કે મંત્રીએ સ્વચ્છતાની મજાક ઉડાવી છે. તેમણે પ્રશ્ન કર્યો કે હવે વહીવટી તંત્ર તેમને જાહેરમાં પેશાબ કરવા બદલ દંડ ફટાકારે છે કે કેમ તે જોવાનું રહે છે.

મામલો વિવાદી બનતા કાલીચરણે સ્પષ્ટતા કરી હતી કે સરકારની યોજનાનો પ્રચાર કરવા રાજ્યભરમાં ફરી રહ્યા છે. જેના કારણે માંદા થઈ ગયા હતા. બાથરુમ ન મળવાના કારણે તેમણે જાહેરમાં પેશાબ કર્યો હતો.

ફોટો એવા સમયે વાયરલ થયા છે કે જયપુર નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ ભારત અભિયાનને લઈ નંબર વનની પોઝીશન પર લાવવાની કોશીશ કરવામાં આવી રહી છે. કાયદામાં જોગવાઈ છે કે કોઈ વ્યક્તિ જાહેરમાં રસ્તા પર પેશાબ કરતા પકડાશે તો તેને 200 રૂપિયાનો દંડ કરવામાં આવશે,

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.