ગોડસેએ 1ને માર્યા, કસાબે 72ને માર્યા અને રાજીવ ગાંધીએ 17000 માર્યાઃ BJP સાંસદ

PC: facebook.com/kateelnalin/

નાથુરામ ગોડસેને લઇને રાજનીતિ ગરમાઇ રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના વધુ એક નેતાએ વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ આપીને ભાજપની મુશ્કેલી વધારી દીધી છે. પ્રજ્ઞા ઠાકુર બાદ કર્ણાટક ભાજપના સાંસદ નલીન કુમાર કટીલે ગોડસે અંગે વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ આપ્યું હતું અને તેમણે કસાબ, નાથુરામ ગોડસે અને પૂર્વ PM રાજીવ ગાંધીના નામની સરખામણી કરી હતી. નલીને કહ્યું હતું કે, ગોડસેએ એકને માર્યા, કસાબે 72ને માર્યા અને રાજીવ ગાંધીએ 17000ને માર્યા, હવે તમે જ નક્કી કરી લો કોણ વધારે ક્રૂર છે.

નલીન કટીલના આ નિવેદનથી વિપક્ષે ફરીએકવાર ભારતીય જનતા પાર્ટીને ઘેરી લીધી છે. ભાજપની ટિકિટ પર નલીન બે વાર સાંસદ બન્યા છે.

Image may contain: 1 person, smiling, sitting

ઉલ્લેખનીય છે કે, ભોપાલ સીટ પરથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર લડી રહેલા સાધ્વી પ્રજ્ઞાના નાથુરામ ગોડસેને દેશભક્ત કહ્યા બાદ વિવાદે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું અને ભારતીય જનતા પાર્ટીએ તો સાધ્વીના સ્ટેટમેન્ટથી પોતાના હાથ ઊંચા કરી દીધા હતા અને સાધ્વીને માફી માગવા પણ કહ્યું હતું. સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે, નાથુરામ ગોડસે દેશભક્ત હતા, છે અને રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp