શિવસેના બાદ કોંગ્રેસ નેતાએ BJP પર હોર્સ ટ્રેડિંગ કરવાનો લગાવ્યો આરોપ

PC: wikimedia.org

મહારાષ્ટ્રમાં BJP અને શિવસેનાના વચ્ચે ચાલી રહેલી રાજકીય ઝઘડા વચ્ચે કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી પર મોટો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના નેતા નીતિન રાઉતે દાવો કર્યો છે કે મહારાષ્ટ્રમાં BJPના નેતાઓએ પૈસાની મદદથી કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે. આ અગાઉ શિવસેનાએ આરોપ લગાવ્યો હતો કે, BJP પૈસાના આધારે શિવસેનાના ધારાસભ્યો ખરીદવાનો પ્રયાસ કરી રહ્યો છે.

મહારાષ્ટ્રમાં કોંગ્રેસના નેતા નીતિન રાઉતે કહ્યું કે એવા અહેવાલો છે કે BJPના કેટલાક નેતાઓ પૈસા સાથે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોનો સંપર્ક કરી રહ્યા છે. ગઈકાલે અમારા એક-બે ધારાસભ્યોને આશરે 25 કરોડની ઓફર કરવામાં આવી હતી. કર્ણાટકમાં જે પ્રકારનું હોર્સ ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે તેનાથી બચવા માટે અમે તમામ પ્રયાસ કરીશું.

કોંગ્રેસના એક અન્ય નેતા વિજય વડેટ્ટીવારે શુક્રવારે આક્ષેપ કર્યો હતો કે, ધારાસભ્યોને મહારાષ્ટ્રમાં પાર્ટી બદલવા માટે 25થી 50 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસના ધારાસભ્યોનો પણ આવી દરખાસ્તો સાથે ફોન ઉપર સંપર્ક કરવામાં આવ્યો છે. વિધાનસભાના વિપક્ષી નેતાએ કહ્યું કે શિવસેનાએ દાવો કર્યો છે કે તેમના એક ધારાસભ્યને પાર્ટી બદલવા માટે 50 કરોડની ઓફર કરવામાં આવી છે. તેમણે પત્રકારોને કહ્યું, અમારા ધારાસભ્યોનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે. 25 થી 50 કરોડની ઓફર કરીને ધારાસભ્યોને ખુશ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp