26th January selfie contest

ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ: PM મોદીની હાજરી

15 Nov, 2017
06:58 PM
PC: huffingtonpost.in

Loading...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં ઉમેદવારોની પસંદગી કરવા માટે નવી દિલ્હી ખાતે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થઈ ચૂકી છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા છે. ગુજરાતની ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવારોની પસદંગીનો ધમધમાટ હવે અંતિમ તબક્કામાં આવી પહોંચ્યો છે.
રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, ગુજરતનાં પ્રભારી અરુણ જેટલી ઉપરાંત ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ આ બેઠકમાં હાજરી આપવા દિલ્હી પહોંચ્યા છે. ઉમેદવારોની પસંદગીમાં ભાજપ દ્વારા ચીવટાઈ રાખવામાં આવશે એમ મનાય છે. આગામી 24 કલાકમાં ભાજપનાં ઉમેદવારો અંગે લટકો-ફટકો થવાની શકયતા છે.

Loading...