પછાત હોવાને કારણે પહેલા મને ગાળો આપી, હવે આખા સમાજને ચોર કહી રહ્યા છેઃ PM મોદી

PC: hindustantimes.com

લોકસભા ચૂંટણીને લઈને મહારાષ્ટ્રના માઢામાં એક રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર નિશાનો સાધ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તમે જોયું છે કે, કોઈક મને ગાળો આપતા-આપતા આખા સમાજને ગાળો આપી રહ્યું છે. નામદારે પહેલા ચોકીદારોને ગાળો આપી હતી અને હવે તેઓ દરેક એ વ્યક્તિને ચોર બોલી રહ્યા છે, જેમનું નામ મોદી છે. પછાત હોવાને કારણે અનેકવાર કોંગ્રેસ અને તેમના સાથિઓએ મારી હેસિયત બતાવનારી, મારી જાતિ દર્શાવનારી ગોળો આપી છે. પરંતુ, આ વખતે તેઓ આખા પછાત સમાજને જ ચોર કહેવા માંડ્યા છે.

સાથે જ PM મોદીએ કહ્યું હતું કે, હું કાલે જોઈ રહ્યો હતો, તેમણે ફરી એકવાર મારા પરિવાર હોવા અને ન હોવા અંગે પણ હુમલો શરૂ કરી દીધો છે. પરિવાર વ્યવસ્થા હજારો વર્ષોથી ભારતના સમાજની વિશેષતા છે, તાકાત છે અને તેનું ગૌરવ છે. પરિવારના વિષયમાં શરદ પવારને મોદી વિશે ખરાબ વાતો બોલવાનો અધિકાર છે. તેમને તેમની સમજણ અને સંસ્કાર પ્રમાણે બોલવાનો અધિકાર છે.

PM મોદીએ કહ્યું હતું કે, એક મજબૂત અને સંવેદનશીલ સરકારનો મતલબ શું થાય છે, છત્રપતિ શિવાજીની આ ધરતી ખૂબ જ સારી રીતે જાણે છે. ભારતને આગળ વધારવા માટે, ભારતને 21 સદીમાં નવી ઊંચાઈઓ પર પહોંચાડવા માટે કેન્દ્રમાં એવી જ સરકાર જોઈએ. તમે 2014માં મને જે પૂર્ણ બહુમત આપી, તેણે મને આ તાકાત આપી, કે એક તરફ જ્યાં દેશ માટે મોટા-મોટા નિર્ણયો લઈ શકીએ તેમજ ગરીબમાં ગરીબના કલ્યાણ માટે પૂરી શક્તિ લગાવીને કામ કરી શકાયું. ભારતને મજબૂત કોણ બનાવશે? કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસની મહામિલાવટ શું મજબૂત ભારત બનાવી શકે છે? એકલો મોદી નહીં, તમે અને આપણે સૌ મળીને ભારતમાં એક શક્તિશાળી સરકાર બનાવીશું. તમારા સહયોગથી જ આપણે સૌ મળીને મજબૂત હિન્દુસ્તાન બનાવીશું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp