2019 લોકસભાની ચૂંટણી: આ 6 રાજ્યો માટે BJP બનાવી રહી છે અલગ એક્શન પ્લાન

PC: indianexpress.com

2014ની લોકસભાની ચૂંટણીમાં BJPને એકલા હાથે 282 સીટ પર જીત હાંસલ થઈ હતી. તેને ભારતીય રાજકારણમાં એક મોટી જીતના સ્વરૂપે જોવામાં આવે છે. જો આ સફળતાને રાજ્યવાર જોવામાં આવે તો ખબર પડે છે કે આ 282 સીટની અડધાથી વધુ 149 સીટ માત્ર ચાર રાજ્ય UP, ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાંથી જ જીતી છે. તે પણ આ રાજ્યોની 93% સીટના સ્વરૂપે. BJPને UPમાં 80માંથી 71, ગુજરાતમાં 26માંથી26, રાજસ્થાનમાં 25માંથી 25 અને મધ્ય પ્રદેશમાં 29માંથી 27 સીટ પર વિજય મળ્યો હતો. દેખીતું છે કે આ રાજ્યોમાં BJPનું આ ટોપ પ્રદર્શન હતું.

BJP જાતે માને છે કે હવે આ રાજ્યોમાં બીજીવાર આ પ્રકારનું પ્રદર્શન સરળ નથી. તેના કારણે BJPએ 2019 માટે 6 એવા રાજ્ય પસંદ કર્યા છે જ્યાં અગાઉની ચૂંટણીમાં તેનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું ન હતું. આ રાજ્યો છે - આંધ્ર પ્રદેશ, તેલંગણા, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા. આ રાજ્યોમાં લોકસભાની કુલ 164 સીટ છે. પરંતુ ગયા વખતે ચૂંટણીમાં BJPને તેમાંથી માત્ર 7 જ સીટ મળી શકી હતી. BJPને લાગે છે કે જો 2014ની ચૂંટણી વખતે જ્યાંથી વધુ સીટ મળી હતી એ 6 રાજ્યોમાં સીટ ઓછી થાય છે તો તેની ભરપાઈ આ 6 રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાથી 2019ની ચૂંટણીમાં ફાયદો થઈ શકે છે.

કેરળ:

20 સીટ વાળા આ રાજ્યમાં BJP પોતાને થર્ડ ફ્રન્ટના રૂપે સ્થાપિત કરવા માગે છે. તેથી તે આક્રમકતા સાથે મેદાનમાં છે. વાસ્તવમાં અહીં કોંગ્રેસના નેતૃત્વવાળું યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) અને CPMના નેતૃત્વવાળું (LDF) ગઠબંધન જ છેલ્લાં ચાર દાયકાથી સત્તામાં છે. તેથી BJP ભારત ધર્મ જન સેના સાથે પોતાના સંબંધો મજબૂત કરી અહીં એન્ટ્રી કરવા માગે છે.

તામિલનાડુ:

39 સીટ વાળા આ રાજ્યમાં BJP પાસે ઘણા વિકલ્પ છે. 2014ની ચૂંટણીમાં BJPને માત્ર 1 સીટ મળી હતી. BJPને લાગે છે જયલલિતાના ન રહેવાથી અને કરુણાનિધિની વધતી ઉંમરના કારણે રાજ્યમાં પ્રાદેશિક પક્ષોનું પ્રભુત્વ ઓછું થયું છે. AIADMK BJP સાથે ગઠબંધન માટે તૈયાર છે. રજનીકાંત પણ BJP સાથે જોડાઈ શકે છે.

આંધ્ર પ્રદેશ:

આ રાજ્યમાં લોકસભાની 25 સીટ છે. 2014મા BJPને અહીં 2 સીટ પર વિજય મળ્યો હતો. 2014મા BJPનું અહીં TDP સાથે ગઠબંધન હતું પરંતુ હવે બંને અલગ થઈ ગયા છે. BJP અહીં એકલી કંઈ કરી શકે એમ ન હોવાથી અહીં તે YSR કોંગ્રસ સાથે ગઠબંધન કરી શકે છે. YSR કોંગ્રેસનું રાજ્યમાં સારો પ્રભાવ છે. 2014મા તેને 8 સીટ પર જીત મળી હતી.

તેલંગણા:

લોકસભાની 17 સીટવાળા આ રાજ્યમાં BJPને 2014મા માત્ર 1 સીટ પર સફળતા મળી હતી. અહીં TRSનું પ્રભુત્વ છે. રાજ્યમાં તેની જ સરકાર છે. લોકસભામાં 17માંથી 11 સાંસદ પણ તેના જ છે. BJP સાથે તેમના સંબંધ વધુ સારા ન હોવાથી ગઠબંધનની સંભાવના ઓછી છે. BJP અહીં પણ YSR કોંગ્રસ સાથે ગઠબંધન કરી ચૂંટણી લડી શકે છે. YSR માટે આમ કરવું એટલા માટે મજબૂરી છે કારણ કે રાજ્યમાં તેની સ્થિતિ ખૂબ મજબૂત નથી.

ઓરિસ્સા:

અહીં લોકસભાની 21 સીટ છે જેમાંથી 2014મા BJPને માત્ર 1 જ સીટ મળી હતી. જોકે BJP માટે એક વાત સારી છે કે અહીં કોંગ્રેસ એક પણ સીટ પર વિજય મેળવી શકી ન હતી. સ્થાનિક ચૂંટણીમાં BJPએ અહીં કોંગ્રેસ કરતા સારું પ્રદર્શન કર્યું હતું. પાર્ટી અહીં એકલા હાથે કોઈ પણ ગઠબંધન વિના ચૂંટણી લડી શકે છે.

પશ્ચિમ બંગાળ:

લોકસભાની 42 સીટ ધરાવતા આ રાજ્યમાં BJP એકલા હાથે કોઈ પણ ગઠબંધન વિના ચૂંટણી લડી શકે છે. BJP માટે સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે કે તેણે મમતા બેનર્જી વિરુદ્ધ અહીં જનતા માટે વિકલ્પ સ્થાપિત કરી લીધું છે. જે એન્ટી મમતા બેનર્જી વોટ હશે તેની કોંગ્રેસ અથવા ડાબેરીઓ પાસે જવાની સંભાવના સીમિત છે. BJPનો અંદાજ અહીં 22થી વધુ સીટો જીતવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp