26th January selfie contest

પરષોત્તમ સાબરીયાને ટિકિટ આપવાની વાત સામે આવતા ધ્રાંગધ્રાના BJP નેતાઓમાં નારાજગી

PC: dainikbhaskar.com

જ્યારે-જ્યારે ચૂંટણી આવે છે, ત્યારે-ત્યારે નેતાઓના પક્ષાંતરનો દોર શરૂ થાય છે. આ લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે કોંગ્રેસમાં મોટું ભંગાણ કર્યું છે, કોંગ્રેસના 4 દિગ્ગજ નેતાઓને પોતાના પક્ષમાં સામલે કરી લીધા અને 4 ધારાસભ્યોમાંથી બે ધારાસભ્યને પ્રધાન પદ આપવામાં આવ્યું. ત્યારે રાજકીય ખેંચતાણ વચ્ચે એવી વિગત મળી રહી છે કે, ધારાસભ્યના કોંગ્રેસમાંથી ભાજપમાં આવવાના કારણે હવે પેટા ચૂંટણી યોજાશે અને આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જ ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે. જવાહર ચાવડા કેબીનેટ મંત્રી હોવાથી તે પેટા ચૂંટણી લડશે ત્યારે અન્ય ત્રણ ધારાસભ્યને પણ પક્ષ દ્વારા ટિકિટનું વચન આપવામાં આવ્યુ છે.

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા આશા પટેલ ઊંઝાથી, પરષોત્તમ સાબરીયા ધ્રાંગધ્રાથી અને વલ્લભ ધારવિયાને જામનગર ગ્રામ્યમાંથી ટિકિટ આપવામાં આવશે. પરંતુ પરષોત્તમ સાબરીયાને લઇને હવે ભાજપના નેતાઓમાં નારાજગીનો સુર ઉઠ્યો છે. આ બાબતે સ્થાનિક ભાજપના આગેવાનોએ નારાજગી વ્યક્ત કરતા આ બાબતે પ્રદેશ નેતૃત્વમાં પણ રજૂઆત કરી છે. નારાજગીનું એક જ કારણ છે કે, 2017માં જે પક્ષના લોકો આમને-સામને હતા તે જ લોકોને ટિકિટ મળી રહી છે.

એક રીપોર્ટ અનુસાર પેટા ચૂંટણીમાં ભાજપના નેતાઓની સૌથી વધારે નારાજગી આવી શકે તેવી બેઠક ધ્રાંગધ્રા છે. કારણ કે, એક સમયે પરષોત્તમ સાબરીયાને આરોપી સાબિત કરવાની ભૂમિકા ભાજપ દ્વારા ઉઠાવવામાં આવી હતી. ભાજપના પૂર્વ મંત્રીએ આક્ષેપો કર્યા છે કે, પરષોત્તમ સાબરીયા જે સમયે કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે તેમણે નાની સિંચાઈ યોજના અંતર્ગત કૌભાંડ કર્યું હતુ અને વિધાનસભામાં પ્રશ્ન ન પૂછવા બાબતે લાંચ લીધી હતી. આ આરોપોના કારણે તેમને જેલ થઇ હતી અને અત્યારે તેઓ જામીન પર છે. ત્યારે તેમનું રાજીનામું લેવડાવી લેવામાં આવ્યું હતુ અને ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા હતા અને ભાજપ દ્વારા તેમને ટિકિટનું વચન પણ આપી દેવામાં આવ્યું છે. આ બાબતે હવે ભાજપના કાર્યકર્તાઓમાં રોષ છે કે, એક સમયે તેમણે જ આ લાંચિયા ધારાસભ્યને જેલ કરાવી હતી અને તેઓ જ હવે આ ધારસભ્યના નામે કઈ રીતે મત માંગવા માટે જઈ શકે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp