બનાસકાંઠામાં નગરપાલિકાની ચૂંટણીમાં જાણો કોની જીત થઇ

PC: youtube.com

બનાસકાંઠામાં યોજાયેલી થરા નગર પાલિકાની ચૂંટણીનું રિઝલ્ટ આવી ગયું છે અને કોંગ્રેસને મોટો ઝટકો  લાગ્યો છે. થરા નગર પાલિકા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. બહુમતિથી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. થરા નગર પાલિકાના પ્રમુખ તરીકે ભારતી અખાણીની વરણી કરવામાં આવી છે.

આ સિવાય વસંત ઘંઘોસની નવા ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. કોંગ્રેસને સૌથી મોટો ઝટકો પોતાના સભ્યો દ્વારા જ મળ્યો હતો. કોંગ્રેસના બે સભ્યો ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આવી જતા, ભારતીય જનતા પાર્ટી માટે જીત આસાન થઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે અઢી વર્ષની ટર્મ પૂરી થતા ચૂંટણી યોજવામાં આવી હતી. કોંગ્રેસના 10 સભ્યો સામે ભાજપના 13 વોટ થતા ભાજપનો ભગવો લહેરાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp