રાષ્ટ્ર ભક્ત ભાજપના યુવા નેતાએ ઉંધો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો

13 Aug, 2017
03:30 AM
PC: facebook image

પુનમ મહાજનની આગેવાનીમાં આજે અમદાવાદમાં ભાજપનો કાર્યક્રમ યોજીત હતો. જેમાં ભાજપ યુવા મોરચાના નેતાએ રાષ્ટ્રધ્વજ ઉંધો ફરકાવ્યો હતો. તેથી તેમના પર ફીટકાર વરસી રહ્યો છે.
તોફીક મલેકે સોશિયલ મીડિયામાં આ ચિત્ર મૂક્યા બાદ કોંગ્રેસના આઈટી સેલના સલાહકાર મૌલિન શાહે રીટ્વિટ કરીને માંગણી કરી છે કે ઊંધો ત્રિરંગો લહેરાવા વાળા ભા. યુ. મો. ના પ્રમુખ ઋત્વિજ પટેલ પર રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગુ પડવો જોઈએ કે ન પડવો જોઈએ?

આ અંગે કોંગ્રેસનાં યુવા નેતા મૌલિન શાહે સવાલ પુછતા લખ્યું કે  બોલો ભાઈઓ બહેનો, ગુનો લાગુ પડવો જોઈએ કે ન પડવો જોઈએ? પડવો જોઈએ કે ન પડવો જોઈએ?......

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.

Leave a Comment: