BSFને વધુ પાવર આપવા બાબતે આ બે રાજ્યોમાં શા માટે થઇ રહ્યો છે વિરોધ

PC: indianexpress.com

કેન્દ્ર સરકારે બોર્ડર સિક્યોરિટી ફોર્સના અધિકારોનું ક્ષેત્ર વધારી દીધું છે. પંજાબમાં પાકિસ્તાન અને બંગાળમાં બાંગ્લાદેશથી સીમાથી જોડાયેલ ભારતીય વિસ્તારોમાં 15 કિલોમીટર અંદર સુધી જ BSF કાર્યવાહી કરી શકતા હતા. પણ હવે આ ક્ષેત્ર વધારી 50 કિલોમીટર કરી દેવામાં આવ્યો છે. BSFને વધારે પાવર આપવાનો વિરોધ પણ શરૂ થઇ ગયો છે. પંજાબ અને પશ્ચિમ બંગાળે કેન્દ્રના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. આખરે શું છે આ નિર્ણય? આનાથી શું બદલાઇ જશે, જાણો...

કેન્દ્ર સરકારે BSF એક્ટમાં સંશોધન કર્યું છે. ત્યાર પછી BSFએ પંજાબ, પશ્ચિમ બંગાળ અને આસામમાં આંતરરાષ્ટ્રીય સીમાઓથી જોડાયેલ ભારતીય વિસ્તારોમાં 50 કિમીની અંદર સુધી કાર્યવાહી કરવાનો અધિકાર આપી દેવામાં આવ્યો છે. આ પહેલા તે 15 કિમી હતું. પાકિસ્તાનની સીમા ગુજરાતને પણ લાગે છે. પણ ત્યાં BSFનો અધિકાર ક્ષેત્ર 80 કિમીથઈ ઘટાડીને 50 કિમી કરી દેવામાં આવ્યો છે.

તો રાજસ્થાનમાં 50 કિમી જાળવવામાં આવ્યું છે. હોમ મિનિસ્ટ્રીએ 11 ઓક્ટોબરના રોજ તેની નોટિફિકેશન બહાર પાડી દીધી છે. BSFના લગભગ 2.65 લાખ જવાનો પાકિસ્તાન અને બાંગ્લાદેશથી જોડાયેલ સીમા પર 6 હજાર 300થી વધારે ભારતીય મોરચા પર સીમાની રક્ષા કરે છે.

આની અસર સીમાઓથી જોડાયેલા 5 રાજ્યો- ગુજરાત, રાજસ્થાન, પંજાબ, આસામ અને પશ્ચિમ બંગાળ પર થશે. હવે BSF આંતરરાષ્ટ્રીય સીમા પર ભારતીય વિસ્તારની અંદર 50 કિમી સુધી કોઇ પણ કાર્યવાહી કરી શકશે. BSFની પાસે શંકાસ્પદોની ધરપકડ કરવાથી લઇ સામગ્રી જપ્ત કરવા અને શોધ કરવાનો પણ અધિકાર રહેશે. એટલું જ નહીં હવે આ બંધા રાજ્યોમાં BSFને 50-50 કિમીના ક્ષેત્રમાં કાર્યવાહી કરવાનો અધિકાર રહેશે. પણ પહેલા ગુજરાતમાં 80 કિમી, રાજસ્થાનમાં 50 કિમી તો પંજાબ, આસામ અને પશ્ચિમ બંગાળમાં 15 કિમી સુધી જ હતું.

BSFએ કેન્દ્રના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે અને એક નિવેદન બહાર પાડી કહ્યું કે આનાથી BSFને સીમાપારથી થનારા ગુનાઓ પર રોક લગાવવામાં મદદ મળશે.

વિરોધ શા માટે

કેન્દ્રના આ નિર્ણયનો સૌથી વધારે વિરોધ પંજાબ અને પશ્ચિમ બંગાળમાં થઇ રહ્યો છે. પંજાબના CM ચરણજીત ચન્નીએ કહ્યું, BSFને વધારે પાવર આપવાનો નિર્ણય તર્કહીન છે અને સંઘીય માળખા પર સીધો હુમલો છે. બંગાળ સરકારમાં મંત્રી ફરહાદ હકીમનું આ નિર્ણયને લઇ કહેવું છે કે મોદી સરકાર ફેડરલ સ્ટ્રક્ચરને તોડી રહી છે. 15 કિમી સુધીનો અધિકાર ક્ષેત્ર બરાબર હતો. પણ મોદી સરકાર આને વધારીને બધા પર કબ્જો કરવા માગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp