26th January selfie contest

હાઈકોર્ટે BJPને પશ્ચિમ બંગાળમાં રથ યાત્રા માટે આ કારણોસર ન આપી અનુમતિ

PC: hindustantimes.com

કોલકાતા હાઈકોર્ટે કૂચબિહારમાં BJPને રથયાત્રા કરવાની અનુમતિ આપવાનો ઈનકાર કરી દીધો છે. આ મામલે આગળની સુનાવણી 9 જાન્યુઆરીએ થશે. જણાવી દઈએ કે, BJPએ બુધવારે પશ્ચિમ બંગાળમાં રથ યાત્રા કાઢવા માટે અનુમતિ માટે કોલકાતા હાઈકોર્ટનુ શરણુ લીધુ છે. પાર્ટીના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 7 ડિસેમ્બરે ત્રણ રેલીઓ કાઢવા માટે તેને પ્રશાસન અને પોલીસ પાસેથી હજુ સુધી અનુમતિ મળી નથી. બંને પક્ષોને સાભળ્યા બાદ કોર્ટે મામલાની સુનાવણી ગુરુવારે રાખી હતી.

BJP અધ્યક્ષ અમિત શાહ શુક્રવારે રાજ્યમાં ત્રણ રથ યાત્રા એક સાથે પાર્ટીના લોકતંત્ર બચાવો રેલી અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ન્યાયાધીશ તપબ્રત ચક્રવર્તીની બેન્ચ સમક્ષ BJP દાવો કર્યો હતો કે, DG-IGP અને ગૃહ સચિવને ત્રણ રેલીઓ કાઢવાની અનુમતિ પ્રાપ્ત કરવા માટે ઘણા પત્રો મોકલવામાં આવ્યા હતા, પરંતુ કોઈ જવાબ મળ્યો નથી.

બીજી તરફ મહાધિવક્તિ કિશોર દત્તાએ અદાલતને જણાવ્યુ હતુ કે, DG-IGP અથવા ગૃહ સચિવ રેલીઓની અનુમતિ આપવા માટે સક્ષમ અધિકારી નથી અને એક રાજકીટ પાર્ટી હોવાના નાતે BJPને એ ખબર હોવી જોઈએ. દત્તાએ બુધવાર સુધીનો સમય માંગતા અદાલતને જણાવ્યુ હતુ કે, ત્રણેય રેલીઓ માટે ભારે સુરક્ષા વ્યવસ્થાની જરૂર છે. જેને માટે રાજ્ય સરકાર પાસે દિશાનિર્દેશ લેવા પડશે.

આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને BJP પશ્ચિમ બંગાળમાં 7 ડિસેમ્બરથી શરૂ થતી રથયાત્રા માટે એકદમ તૈયાર છે. પાર્ટીનો દાવો છે કે આ રથયાત્રા પ્રદેશની રાજકીય તસવીરને બદલનારી સાબિત થશે. કુલ 40 દિવસો સુધી ચાલનારી આ રથ યાત્રા પશ્ચિમ બંગાળની તમામ 42 લોકસભા સીટોના પ્રદેશોમાંથી પસાર થશે. તેને માટે ત્રણ AC બસોને સજાવીને તૈયાર રાખવામાં આવી છે, જેના પર બંગાળમાં જન્મેલી જાણીતી હસ્તિઓ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને સ્વામી વિવેકાનંદના ફોટા લગાવવામાં આવ્યા છે.

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp