પોતાને હિંદુ ધર્મની પાર્ટી કહેતી ભાજપ ધર્મની દલાલી કરે છેઃ રાહુલ ગાંધી

PC: https://www.aajtak.in

મહિલા કોંગ્રેસના નવા લોગોને જારી કરવાના કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ અને રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS)ની સામે નિશાન સાધ્યું હતું. રાહુલે કહ્યું કે ભાજપ ધર્મની દલાલી કરે છે અને પાછું પોતાને હિંદુ પાર્ટી તરીકે ગણાવે છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ પોતાને હિંદુ પાર્ટી ગણાવે છે, પણ દેવી લક્ષ્મી પર હુમલો કરે છે ( અર્થવ્યવસ્થાને નબળી કરે છે) અને મહિલાઓની તાકાત કમજોર કરીને મા દુર્ગા પર હુમલો કરે છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે આ જે દેશમાં ભાજપની સરકાર છે. તેમની વિચારધારા છે અને અમારી વિચારધારા છે, એ બે માંથી એક જ વિચારધારા દેશ પર રાજ કરશે. રાહુલ ગાંધીએ કહ્યુ કે કોંગ્રેસી હોવાને કારણે હું સમજું છે કે બાકી વિચારધારા સાથે કદાચ એક તબક્કે સમાધાન કરી પણ લઉં, પરંતું આરએસએસની વિચારધારા સાથે તો ક્યારેય સમાધાન ન કરી શકું.

રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે  ભાજપના લોકો કહે છે કે  તેઓ હિદું પાર્ટી છે તો જો છેલ્લાં 200 વર્ષમાં હિંદુ ધર્મને કોઇ સમજી શક્યું હોય તો એ વ્યકિતનું નામ છે મહાત્મા ગાંધી.  એમને અમે પણ માનીએ છીએ , ભાજપ પણ માને છે. જો ગાંધીજી હિંદુ ધર્મને સમજયા હોય અને પોતાની પુરી જિંદગી એ જ વિચારધારામાં લગાવી હોય તો એ વ્યકિતની છાતીમાં આરએસએસના લોકોએ ગોળી કેમ મારી? સમગ્ર વિશ્વ જયારે મહાત્મા ગાંધીને ઉદાહરણ તરીકે સમજે છે , તેમણે દુનિયાને સારી રીતે અહિંસા વિશે સમજ પાડી.

 એ પછી રાહુલ ગાંધીએ કહ્યું કે બીજી વાત કે દિવાળીનો સમય છે,  માતા લક્ષ્મી લક્ષ્ય પુરુ કરે છે અને માતા દુર્ગા દુર્ગથી રક્ષા કરે છે. લક્ષ્મીની શક્તિ નોટબંધી અને જીએસટીને કારણે કમજોર થઇ ગઇ છે.  એ લોકો જુઠ્ઠા છે. મોહન ભાગવત સાથે તમે કોઇ મહિલાની તસ્વીર નહીં હોય. આરએસએસએ કોઇ મહિલાને દેશના પ્રધાનમંત્રી બનાવ્યા નથી, કોંગ્રેસે બનાવી છે.

રાહુલ ગાંધીના નિવેદન સામે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પલટવાર કરતા કહ્યુ હતું કે રાહુલ ગાંધીએ વીર જવાનો માટે ખુન કી દલાલી જેવો શબ્દ વાપર્યો હતો. હવે હિંદુ દેવી- દેવતાઓના નામનો ઉપયોગ કરી રહ્યા છે જે અપમાનજનક છે અને તેમણે માફી માંગવી જોઇએ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp