નામાંકન રદ્દ થયું તો રડવા લાગ્યો ઉમેદવાર, ભત્રીજો બેભાન થઈ જમીન પર પડ્યો, Photos

PC: tosshub.com

ગોપાલગંજના બરૌલી વિધાનસભાના આરઓ અને ઉપવિકાસ આયુક્ત આર.સજ્જનના કાર્યાલય બહાર તે સમયે હંગામો થયો જ્યારે નામાંકન રદ્દ થવાને કારણે એક નિર્દલીય ઉમેદવાર અનિલ કુમાર રડવા લાગ્યો. તેને રડતો જોઈ તેનો ભત્રીજો મનોજ કુમાર પણ જોર-જોરથી રડતા રડતા જમીન પર પડી ગયો. ત્યાં હાજર લોકોએ તેને સંભાળી લીધો.

આસપાસના લોકોએ મામા-ભત્રીજા બંનેને સંભાળી રહ્યા હતા પરંતુ બંનેનું રડવાનું બંધ થઈ રહ્યું ન હતું. આ દરમિયાન મીડિયા કર્મીઓ અને અન્ય લોકોએ તેમના ફોટાઓ પાડ્યા અને વીડિયો બનાવ્યા. આરઓ કાર્યાલયમાં હાજર ઉમેદવારનો આરોપ હતો કે આરઓ આર સજ્જને તેમનું કામ કર્યું નહીં.

તે જ રીતે નિર્દલીય ઉમેદવાર મુકેશ રાય અને જાપ ઉમેદવાર વિજય પ્રતાપ સિંહે બરૌલી આરઓ વિરુદ્ધ હંગામો કર્યો હતો. નિર્દલીય ઉમેદવાર મુકેશ કુમાર રાયે કહ્યું હતું કે આરઓએ નોટિસ આપી હતી અને તેનો જવાબ આપવા માટે આજે 11 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. આરઓ પોતે 10.55 વાગ્યે ઓફિસ આવ્યા હતા. તેમણે કાગળ લેવાની ના પાડી દીધી હતી. આ પૂરી ઘટના સીસીટીવીમાં રેકોર્ડ છે.

મુકેશ કુમાર યાદવનું કહેવું છે કે જેવા જ આરઓ આવ્યા હું તેમના રૂમમાં ગયો. પરંતુ આર. સજ્જને કાગળિયા લેવાની ના પાડી દીધી હતી. જાપ ઉમેદવાર વિજય પ્રતાપ સિંહ અને ભારતીય સબલોક પાર્ટીના ઉમેદવાર જયનાથ પ્રસાદ યાદવ પણ આ રીતનો આરોપ આરઓ આર.સજ્જન પર લગાવી રહ્યા છે. આ લોકોએ જિલ્લા મેજીસ્ટ્રેટ અરશદ અજીજ પાસે પોતાની ફરિયાદ કરી હતી પરંતુ જિલ્લા મેજીસ્ટ્રેટે આ અંગેની કાર્યવાહી કરવાની ના પાડી દીધી હતી.

જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું હતું કે, જે ઉમેદવારોને પ્રોબ્લેમ છે તે સામાન્ય સુપરવાઈઝરને મળીને કહે. કારણ કે આરઓના કાર્યમાં હસ્તક્ષેપ કરવો ઉચિત નથી. જ્યારે આ ઘટના અંગે આરઓ આર.સજ્જનને પૂછવામાં આવ્યું તો તેમણે આ વાત અંગે કંઈ પણ બોલવાની ના પાડી દીધી હતી. બિહારની વિધાનસભાની ચૂંટણી 3 તબક્કામાં યોજાવાની છે અને તે માટેના નામાકંનનું કાર્ય ચાલું છ. તે સાથે જ વિવિધ પક્ષના નેતાઓએ ચૂંટણીનો પ્રચાર કરવાનું પણ શરૂ કરી દીધું છે. વડાપ્રધાન મોદી પણ બિહારમાં વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા રેલીને સંબોધિત કરવાના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp