છોટાઉદેપુરનાં DSP બરંડાનું રાજીનામું, ભીલોડાથી લડશે ચૂંટણી

PC: facebook.com

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સનદી અધિકારીઓમાં ચૂંટણી લડવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. 18 જેટલા સનદી અધિકારીઓએ ભાજપ અને કોંગ્રેસની ટીકીટ માંગી છે. સૌથી વધુ 13 જેટલા સનદી અધિકારીઓએ ભાજપની ટીકીટ પર લડવા માટે તૈયારી દર્શાવી છે.

સનદી અધિકારીઓનાં રાજકારણ પ્રવેશની શરૂઆત આ વખતે છોટા ઉદેપુરનાં ડીએસપી પીસી બરંડાથી થઈ છે. પીસી બરંડાએ સરકારી નોકરીને આજે સત્તાવાર રીતે છોડી દીધી છે. બરંડાએ પોતાનું રાજીનામું સરકારને સુપ્રત કરી દીધું હતું અને ગુજરાત સરકારે બરંડાના રાજીનામાનો તાત્કાલિક સ્વીકાર કર્યો હતો.

પીસી બરંડા 2012નાં આઈપીએસ અધિકારી છે. અને પોલીસ દળમાં રહીને તેમણે અનેકવિધ ડિટેક્શન આપેલા છે. એવું મનાય છે કે બરંડા ભીલોડાથી ભાજપનાં નિશાન પર ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp