26th January selfie contest

ગુજરાત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના ભાઈની 12 કરોડની વેરા ચોરી

PC: Khabarchhe.com

કોંગ્રેસથી અલગ થયેલાં રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂના ભાઈ દિવ્યનીલ રાજ્યગુરૂએ બાર વર્ષ પહેલા રૂા. 12.42 કરોડનો ટેક્સ ભરેલો ન હોવાથી નાણાં વિભાગના અધિકારીઓની સૂચનાથી GST દ્વારા મિલકતનો કબજો સરકાર હસ્તક લેવા માટે નોટિસ આપવામાં આવી છે.

દિવ્યનીલ રાજ્યગુરૂ અને તેના ભાગીદાર બેચર દેથરીયા, તેમના પત્ની પાર્વતીબેન બેચરભાઇ દેથરીયાએ વર્ષ 2006-07મા રૂા. 5 કરોડ તથા વ્યાજ તેમજ વર્ષ 2007-08મા રૂ. 7.41 કરોડ અને વ્યાજ સાથે કુલ રૂ. 12.42 કરોડનો વેરો ભરપાઈ કર્યો નથી. તેથી ટેક્સ ભરપાઈ કરવા અવારનવાર ત્રણેય ભાગીદારોને નોટિસ ફટકારવામાં આવી છે.

અનેક વખત નોટિસ આપી હોવા છતાં ભાગીદારોએ સરકારી લેણું ભરપાઈ નહીં કરતા અંતે આકરી કાર્યવાહી કરી છે. દિવ્યનીલ રાજ્યગુરૂની મવામા વિસ્તારનો પ્લોટ, એમ્બેસી બિલ્ડિંગની કચેરી સરકારી મિલકત થઈ જશે.

આમ કોંગ્રેસ અત્યાર સુધી એવો પ્રચાર કરતી આવી છે કે ભાજપના નેતાઓ વેરાની ચોરી કરે છે પણ હવે આ પ્રસ્થાપિત થઈ ગયું છે કે કોંગ્રેસના નેતાઓના કુટુંબીજનો પણ વેરાની ચોરી કરવામાં પાછળ નથી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp