8 દિવસ થવા છતા CM નથી મળ્યા, આ મતદારોનું અપમાન છે: શરદ પવાર

PC: aajtak.in

મહારાષ્ટ્રમાં 23 નવેમ્બરે પરિણામો જાહેર થયા અને મહાયુતિને બહુમતી મળી ગઇ એ વાતના 8 દિવસ છતા હજુ મુખ્યમંત્રીનું નામ જાહેર થયું નથી એટલે વિપક્ષોને બોલવાનો મોકો મળી ગયો છે. મહાયુતિમાં CMનું કોકડું ગુંચવાઇ જતા રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.

શરદ પવારે કહ્યુ કે, 8 દિવસ સુધી તમે મુખ્યમંત્રી બનાવી નથી શક્યા એ જનાદેશનું અપમાન છે.પવારે કહ્યું કે, મહાયુતિને સ્પષ્ટ બહુમતી મળી છતા CM નથી બની શક્યા એનો મતલબ છે કે મહાયુતિ માટે મતદારોનું કોઇ મહત્ત્વ નથી.

સંજય રાઉતે કહ્યુ કે, એકનાથ શિંદે તો એમના ગામ જઇને બેસી ગયા છે. ભાજપની મજબુરી શું છે? 8  દિવસ થવા છતા હજુ મુખ્યમંત્રી કેમ બન્યા નથી?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp