દીદી હવે સંપૂર્ણ રીતે માનસિક બેલેન્સ ગુમાવી બેઠા છે, CM રૂપાણીનો મમતા પર પ્રહાર

PC: indiatoday.com

વડોદરા સ્વામિનારાયણ મંદિરમાં યોજાયેલી સહજાનંદી યુવા-યુવતી શિબિરમાં હાજરી આપી પરત ફરતા સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. આ વાતચીતમાં તેમણે મમતા બેનર્જી બાબતે કહ્યું હતું કે, મને એવું લાગે છે કે, દીદી હવે સંપૂર્ણ રીતે માનસિક બેલેન્સ ગુમાવી બેઠા છે. ધરતી એના પગ નીચેથી નીકળી ગઈ છે, અને એટલા માટે જ લોકશાહીને કલંકિત કરીને દીદી દાદાગીરીની જગ્યા પર દીદીગીરી કરવા નીકળી છે. ભારતની અને બંગાળની જનતા આ ચલાવશે નહીં. આ ચૂંટણીમાં જ હવે બંગાળની જનતા દીદીને જવાબ આપશે, મત દ્વારા.

વડોદરામાં ગંદા પાણીની સમસ્યા બાબતે તેમણે જણાવ્યું હતું કે, વડોદરામાં ગંદા પાણીની સમસ્યા હતી, તે માટે સરકારે કડક આદેશો આપેલા છે. જવાબદારો સામે પગલાં લેવાની વાત કરી છે, ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જેમણે બેજવાબદારી દાખવી છે અને કાળજી રાખી નથી, તે બધા ઉપર કડકમાં કડક પગલાં લેવમાં આવશે. કોઈને છોડવામાં આવશે નહીં.

બિયારણ બાબતે તેમણે જણાવ્યું હતું કે, નકલી બિયારણ કૌભાંડ નથી. એ સરકારે પકડેલું છે એને કૌભાંડ કેવી રીતે કહેવાય, સરકારે પકડ્યુ છે અને આ તો દરેક વખતે સિઝન પહેલા સરકાર કડક પગલાં લે છે. બિયારણના જ્યાં-જ્યાં વિક્રેતા હોય છે, ત્યાં-ત્યાં અમે દરોડા પાડીએ છીએ, જેથી કરીને ખેડૂતોને ભવિષ્યમાં નકલી બિયારણથી તેની સિઝન ફેલ ન થાય તે માટે દરેક વખતે અમે કરીએ જ છીએ અને દર વર્ષે લોકો પકડાય છે અને અમે કડકમાં કડક પગલાં લઇએ છીએ, આ કોઈ કૌભાંડ નથી. મહેરબાની કરીને તમે કૌભાંડની માનસિકતામાંથી બહાર નીકળો.

નર્મદાની પાઈપ લાઈન લીકેજ થવા મામલે તેમણે જણાવ્યું હતું કે, આખો લોડ પાઈપ લાઈન અને કેનાલ પર આવી ગયો છે. તમે જ બધા જ મીડિયા કહો છો કે, મોટાભાગના જળાશયો ખાલી થઇ ગયા. તો હવે પાણી ક્યાંથી આપવાનું તો એક માત્ર મોટો આધાર નર્મદા અને નર્મદાની લાઈનો અને કેનાલો ઉપર બધો લોડ છે. નાની-મોટી તૂટ-ફૂટ થાય છે, તેનું ઝડપથી રીપેરીંગ થાય અને લોકોને પાણી પૂરું મળી રહે તે માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp