વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષમાં કોઈ પણ સારું કામ કર્યું નથી: હાર્દિક પટેલ

PC: facebook.com/pg/HardikPatel.Official

ભાવનગરના મહુવામાં યોજાયેલી કોંગ્રેસની સભામાં હાર્દિક પટેલ મુખ્યમંત્રી અને ભાજપની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપને આડેહાથે લીધી હતી. જનતાને ગુજરાતની પરિસ્થિતિનું ભાન કરાવીને કોંગ્રેસને મત આપવાની અપીલ કરી હતી.

હાર્દિક પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કાર્ય હતા કે, આજે સરકાર સામે આંદોલન કરે એ બધાજ લોકો આતંકવાદી અને અલગાવવાદી છે. ગુજરાતના ખેડૂતોનું અપમાન કર્યું, ગુજરાતના યુવાનોનું અપમાન કર્યું, જે ખેડૂત ધરતીને પાટું મારીને અન્નનો દાનો પેદા કરે એ ખેડૂતોનું અપમાન કરવાનું કામ આ રાજ્યના મુખ્યમંત્રીએ કર્યું છે. થોડા દિવસો પહેલા કોંગ્રેસ પાર્ટીને પાકિસ્તાની પાર્ટી ગણાવી. આ કોંગ્રસ પાર્ટીની જેમને સ્થાપના કરી છે તેવા નેતાઓ ગાંધીજી અને સુભાષ ચંદ્રબોજનું પણ આ લોકોએ અપમાન કર્યું છે. હું આપ સૌ લોકોને આહવાહન કરું છું કે, ગુજરાતમાં આજે શિક્ષણ કથળી ગયું છે, રોજગારી કથળી ગઈ છે, સ્વાસ્થના કોઈ ઠેકાણા નથી, હોસ્પિટલના કોઈ ઠેકાણા નથી. ત્યારે આજે વિકાસશીલ ગુજરાતની વાત કરતા લોકોએ આજે જાગૃત કરવાની જરૂર છે.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ લોકોને અહંકાર છે, અભિમાન છે કે, આપણે ખેડૂતો પણ ગમેતેટલો અત્યાર કરીશું પણ આ લોકો છેલ્લે આપણને જ વોટ આપી દેશે. આ વખતે આ અહંકાર અને અભિમાન તોડવાની જરૂર નથી. જો પાંચ વર્ષમાં કોઈ પણ સારું કામ થયું હોત તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણને બતાવત પરંતુ કોઈ પણ સારું કામ થયું નથી. એ બાબતે આપણે જાણવાનું છે અને જોવાનું અને આ વખતે 23 તારીખે કોંગ્રેસને મત આપવાનો છે અને કોંગ્રેસની સરકાર લાવવાની છે. અમરેલી ભાવનગર અને તમામ સૌરાષ્ટ્રની સીટો આપણે જીતાડવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp