26th January selfie contest

CMની ભોજન કૂટનીતિમાં કોંગ્રેસના MLA ખેંચવા વ્યૂહ ઘડાશે

PC: facebook.com/vijayrupanibjp

CM વિજય રૂપાણીએ 14 માર્ચે પોતાના સત્તાવાર નિવાસ સ્થાને ભોજન પર કૂટનીતિ કરવા માટે મહત્વના રાજનીતિજ્ઞોને બોલાવ્યા છે. જેમાં લોકસભાની 2019ની ચૂંટણીમાં કોંગ્રેસના કયા ધારાસભ્યોને ભાજપમાં લાવીને તેમને લોકસભાની ટિકિટ આપી શકાત તેમ છે તે અંગે CM ને વ્યૂહ બતાવાશે. આ ભોજન કૂટનીતિમાં RSS, સરકાર અને ભાજપના પાકટ નીતિજ્ઞોને આમંત્રણ છે. જેનાથકી ભાજપ આગળ આવ્યું છે એ VHPના એક પણ નેતાને કૂટનીતિમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી.

આ બેઠકમાં કોંગ્રેસની ચર્ચા ઉપરાંત ગુજરાતમાં સરકાર સામે ખેડૂતોની જે નારાજગી છે તે કઈ રીતે દૂર કરવી જેથી મહારાષ્ટ્રની જેમ મોટું ખેડૂત આંદોલન ટાળી શકાય અંગે પણ ચર્ચા કરાશે. જે રીતે જાતિ અને જ્ઞાતિ વાદ ઊભો થયો છે તેને કઈ રીતે દૂર કરવો તે તથા સામાજિક આંદોલન આકાર લઈ રહ્યાં છે. તે અંગે પણ વિવગતે માહિતી મેળવીને તેનો અમલ કેમ કરવો તે પણ ચર્ચા થાય તેવી શક્યતા છે. જેમાં કોંગ્રેસના સાત જેટલાં MLAને ભાજપમાં પક્ષાંતર કરાવીને લોકસભાની ચૂંટણી લડાવવાની અને તેમ કરવાથી ભાજપના કાર્યકરો નારાજ થશે કે તેમ તેની પણ વિચારણા થાય તેવી શક્યતા છે. સંગઠનને મજબૂત કરવા માટે ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો હોવાથી તેની વિસ્તૃત ચર્ચા પણ થશે. ભાજપના કાર્યકરો સરકાર પર દબાણ લાવી રહ્યાં છે કે, તેમનો ઉપયોગ કરવામાં આવે છે, પણ સત્તામાં ભાગીદાર બનાવાતા નથી. તેથી સરકારી કંપનીઓમાં તેમને સ્થાન આપવામાં આવે. તે અંગે પણ અભિપ્રાય લેવામાં આવશે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp