અલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં વધારો: વારાણસીની કોર્ટમાં ફરિયાદ દાખલ

PC: facebook.com/pg/alpeshthakorektamanch

પરપ્રાંતિયોના મુદ્દાને લઈને અલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં વધારો થયો છે. કારણકે ઉત્તર ભારતીયોના વિરુદ્ધમાં ભડકાઉ ભાષણ કરવા મામલે અલ્પેશ ઠાકોર સામે વારાણસીની લોઅર કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ છે. વારાણસીના વકીલ કમલેશચંદ્ર ત્રિપાઠી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વકીલ કમલેશચંદ્ર ત્રિપાઠીનું કહેવું છે કે, 'અલ્પેશ ઠાકોરે ગુજરાતમાં ઉત્તર ભારતીયો વિરુદ્ધ ભડકાઉ ભાષણ કર્યું હતું. ભડકાઉ ભાષણ કરવાના કારણે કેટલાક ઉત્તર ભારતીયોને ગુજરાત છોડીને પોતાના વતન પરત ફરવું પડ્યું હતું. જેના કારણે અલ્પેશ ઠાકોરે ભારતની અખંડીતતાને નુકસાન પહોંચાડ્યું છે. ભારતના બંધારણ વિરુદ્ધનું કાર્ય કરીને દેશ દ્રોહનું કામ કર્યું છે.' સમગ્ર મામલે હવે અલ્પેશ ઠાકોર સામે હવે વારાણસીની કોર્ટમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે સાબરકાંઠામાં 14 માસની બાળકી સાથે થયેલી બળાત્કારની ઘટના પછી અલ્પેશ ઠાકોરે સાબરકાંઠાના હિંમતનગરના કેન્ડલમાર્ચ યોજાવાની સાથે બહુચરાજીમાં પરપ્રાંતિયો વિરુદ્ધ વિવાદાસ્પદ ભડકાઉ ભાષણ કર્યું હતું. અલ્પેશ ઠાકોરના ભાષણના પગલે ઠાકોર સમાજના લોકોમાં બિન ગુજરાતીયો પ્રત્યે રોષ ફાટી નીકળ્યો હતો. જેના કારણે અવાર નવાર પરપ્રાંતીઓ પર હુમલાઓ કરવામાં આવ્યા હતા. રાત્રી દરમિયાન કેટલીક જગ્યાઓ પર પરપ્રાંતિયોને ધમકાવવાની ઘટનાઓ સામે આવી હતી. જેના કારણે ગુજરાતમાંથી પરપ્રાંતિયોને પોતાના વતન પરત ફરવાની નોબત આવી હતી. આ સ્થિતને કાબુમાં લેવા માટે પોલીસ દ્વારા પણ અમુક અસરગ્રસ્ત વિસ્તારોમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાની ફરજ પડી હતી. જો કે હાલ તો પરપ્રાંતીઓના ગુજરાત છોડવા પર બ્રેક લાગી છે પરંતુ ભડકાઉ ભાષણના કારણે અલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp