કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીના સાંસદ ગ્રાન્ટમાં કરોડોનો વેપલો

PC: nationalherald.com

કેન્દ્રીય મંત્રી અને ગુજરાતથી રાજ્યસભા સાંસદ સ્મૃતિ ઇરાનીના સાંસદ ગ્રાન્ટના કામોમાં કૌભાંડ મામલે દાખલ અરજી બાબતે ગુજરાત હાઇકોર્ટે સખત ટીપ્પણીઓ કરી છે. ગુરૂવારે ગુજરાત હાઇકોર્ટે ગ્રાન્ટના પૈસાથી કરવામાં આવેલા કામોની માહિતી કામ કરનાર એજન્સી પાસેથી માગી હતી. સ્મૃતિ ઇરાનીના ગ્રાન્ટ મામલે કામ કરનારી સંસ્થા પાસેથી વસૂલી કરવાનો આદેશ કોર્ટ પહેલેથી જ આપી ચૂકી છે. કેગના રિપોર્ટમાં આ મામલે ખુલાસા થયા બાદ કોંગ્રેસના ધારાસભ્યએ કોર્ટમાં પ્રજાહિતની અરજી કરી હતી.

કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ એ.એસ. દવે અને જસ્ટિસ વીરેન વૈષ્ણવની પીઠે મામલે સરકાર દ્વારા હવે આ મામલે થયેલી તપાસની જાણકારી માગી છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જુલાઇ, 2017માં સ્મૃતિ ઇરાની સામે પ્રજાહિતની અરજી દાખલ કરી હતી. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે રાજ્યસભાના સાંસદ તરીકે આપવામાં આવેલી ગ્રાન્ટમાં કૌભાંડ કરવામાં આવ્યું છે. અમિત ચાવડાએ આ મામલે તપાસની માગ કરી હતી જેના પર હાઇકોર્ટે સરકારને તપાસના આદેશ આપ્યા હતા, પરંતુ તપાસથી અસંતુષ્ટ હાઇકોર્ટે હવે સરકારને તપાસ ક્યાં સુધી પહોંચી છે તેની જાણકારીનો રિપોર્ટ સોંપવા માટે આદેશ આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp