PM મોદીને રોકવા કેન્દ્રમાં કર્ણાટક મોડેલની કોંગ્રેસની તૈયારી, આપ્યો મોટો સંકેત

PC: zeenews.com

2019 ની લોકસભાની ચૂંટણીના પરિણામો પહેલા જોડતોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. UPA અધ્યક્ષા સોનિયા ગાંધી વિરોધ પક્ષોને એકત્રિત કરવા સક્રિય થયા છે અને તેલંગણાના મુખ્યમંત્રી KCR ત્રીજા મોરચાની સરકાર બનાવવાં માટે લાગી પડ્યાં છે.  PM નરેન્દ્ર મોદીને ફરી સત્તા પર આવતા અટકાવવા માટે કોંગ્રેસ કર્ણાટક મોડલની જેમ કેન્દ્રમાં સરકાર રચવાનો દાવ રમી શકે છે. કૉંગ્રેસનો પ્રથમ પ્રયાસ વિરોધ પક્ષો સાથે મળીને પોતાની સરકાર બનાવવાનો છે.

 લોકસભા ચૂંટણીઓના છેલ્લા અને સાતમા તબક્કા પહેલા કોંગ્રેસના મહાસચિવ ગુલામ નબી આઝાદે રાજકીય સંકેત આપી દીધો છે. તેઓ પહેલા  કોંગ્રેસી નેતા છે જેંમણે કહ્યું છે પરિણામો બાદ જ જો કોંગ્રેસને વડાપ્રધાન પદ ન આપવામાં આવ્યું તો તેનો મુદ્દો નહીં બને પરંતુ અમે કોઈ અન્ય નેતા વડાપ્રધાન બનવાના માર્ગમાં અડચણ ઉભી નહીં કરીએ. કોંગ્રેસનું લક્ષ્ય ખેડૂતો અને લોકવિરોધી BJP સરકારને ઉથલાવી દેવાનો છે.

 ગુલાબ નબી આઝાદે કહ્યું કે જો કેન્દ્રમાં ગઠબંધન સરકાર રચવામાં આવે અને તે BJP વિરોધી પક્ષોના ટેકાથી બનશે અને જો કોંગ્રેસ સરકારમાં જોડાશે, તો પક્ષ તેને પ્રતિષ્ઠાનો વિષય બનાવશે નહીં. તેમનો દાવો છે કે કેન્દ્રમાં BJP અને એનડીએ સત્તામાં આવશે નહીં. આઝાદના નિવેદન પરથી એક વસ્તુ સ્પષ્ટ છે કે બહુમત ન મળવા પર કોંગ્રેસ વડાપ્રધાન પદ માટે હાથપગ નહીં મારે અને કોઇ પણ ભોગે બિન-BJP સરકાર બનાવવાનો પ્રયાસ કરશે અને તે માટે તેઓ બલિદાન આપવા પણ તૈયાર છે. કોંગ્રેસે કર્ણાટકમાં સહયોગી દળ JDS કરતા વધારે બેઠકો મેળવી હતી પરંતુ BJPને સત્તામાં આવતાં રોકવા માટે JDS સાથે હાથ મેળાવ્યો અને મુખ્યમંત્રી પદ કુમારસ્વામીના હાથમાં આપી દીધું. કર્ણાટકની જેમ જ કેન્દ્રમાં પણ કોંગ્રેસ BJPને રોકવા માટે પોતે વડાપ્રધાન પદની દોડમાંથી હટીને અન્ય પ્રાદેષિક દળને સમર્થન આપીને BJPને સત્તાથી દૂર રાખી શકે છે.

લોકસભા ચૂંટણીમાં વિરોધ પક્ષો જે રીતે PM નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડ્યા છે અને કોંગ્રેસના સમર્થનમાં વધારે દળો નથી આવ્યાં . દિલ્હી , ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં કોંગ્રેસને સહયોગી પ્રાપ્ત થયાં નથી.  જો કે કોંગ્રેસને અપેક્ષા રાખે છે કે 2004 ની ચૂંટણીઓ પછી વિરોધ પક્ષના તમામ પક્ષો એક સાથે જોડાશે અને મોદીને સરકારમાં આવવાથી રોકશે.

હકીકતમાં, એવું માનવામાં આવે છે કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ પાર્ટીને બહુમતી મળશે નહીં. આવી સ્થિતિમાં, કોંગ્રેસ 2004 ની જેમ તેની સરકાર રચવાનો પ્રથમ પ્રયાસ કરી રહી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, સોનિયા ગાંધીએ બુધવારે તમામ વિરોધ પક્ષોના નેતાઓને બોલાવ્યા અને પૂછ્યું હતું તેઓ 22 મે, 23 અને 24 મી દિલ્હીમાં છે કે નહીં.

આ પહેલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીને મળ્યા હતા અને પરિણામે વિરોધ પક્ષના નેતાઓની બેઠકની ચર્ચા કરી હતી. નાયડુએ 21 મેના રોજ એક મીટિંગ બોલાવી હતી પરંતુ ઘણા નેતાઓએ 23 મે પહેલાં બેઠકમાં જોડાવાની ના પાડી હતી. તે જ સમયે, તેલંગણાના મુખ્યમંત્રી KCR ત્રીજા મોરચાની સરકાર રચવા માટે વિવિધ પક્ષોના નેતાઓ સાથે મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp