26th January selfie contest
BazarBit

ગુજરાત કોંગ્રેસના આ નેતાએ પાર્ટીમાંથી પોતાના રાજીનામાની વાતને નકારી

PC: dainikbhaskar.com

જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને જૂથવાદ સામે આવે છે. ટિકિટ ન મળવાના કારણે કોંગ્રસના કેટલાક કાર્યકર્તાઓ પક્ષ સામે બળવો કરે છે અને અન્ય પાર્ટીમાં જોડાઈ જાય છે. લોકસભાનો ચૂંટણીમાં પણ કોંગ્રેસનો વિખવાદ અને જૂથવાદ સામે આવતા કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા.

થોડા દિવસો પહેલા અમદાવાદના કોંગ્રેસના કોર્પોરેટર અને પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા બદરુદ્દીન શેખે તેમના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. બદરુદ્દીન શેખની સાથે-સાથે 13 જેટલા અન્ય સભ્યોએ પણ પક્ષ સમક્ષ તેમનું રાજીનામું ધરી દીધું હતું. આ બાબતે બદરુદ્દીન શેખ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી હતી પરંતુ હવે કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની વાતને નકારી છે.

બદરુદ્દીન શેખે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું ક્યારેય નથી આપ્યું. કોંગ્રેસ પ્રદેશ પ્રવકતા તરીકે મારી કેટલીક બાબતો હતો, તેથી પ્રવક્તા પદેથી રાજીનામું આપ્યું હતું પરંતુ પ્રદેશ કક્ષાએથી પ્રદેશ પ્રમુખે મારી સાથે વાતચીત કરી છે એટલે જે કઈ પણ નારાજગી હતી, તે દૂર થઇ છે અને હું માનું છું કે, અમને આગળ પણ આ પ્રકારે ચોક્કસ ન્યાય મળતો રહેશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા બહેરામપુરા વોર્ડની પેટા ચૂંટણીમાં આયાતી ઉમેદવારને મેદાને ઉતારવામાં આવતા બદરુદ્દીન શેખની નારાજગી સામે આવી હતી. આ નારાજગીના કારણે તેમને રાજીનામું આપ્યું હતું પરંતુ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની સમજાવટ પછી બદરુદ્દીન શેખની નારાજગી દૂર થઇ હતી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp