આ રાજ્યમાં BJP પાસે સત્તા મેળવવા કોંગ્રેસે અપનાવ્યું છત્તીસગઢ મોડલ

PC: financialexpress.com

આસામમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટેની તૈયારી કરી રહેલી વિપક્ષી પાર્ટી કોંગ્રેસે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) સંચાલિત ગઠબંધન પાસે સત્તા મેળવવા માટે બુથ વ્યવસ્થાથી લઈને ‘છત્તીસગઢ મોડલ’ને અપનાવ્યું છે. વર્ષ 2018મા છત્તીસગઢમાં કોંગ્રેસ બધા એક્ઝિટ પોલ અને રાજનૈતિક વિશ્લેષકોના અનુમાનને ખોટા સાબિત કરતાં 90માથી 68 સીટો પર જીત મેળવીને 15 વર્ષ બાદ સત્તામાં પરત ફરી હતી. બે પેટાચૂંટણીઓમાં જીત્યા બાદ કોંગ્રેસ પાસે વર્તમાનમાં 70 સીટ છે.

બીજા રાજ્યમાંથી આવેલા અને લગભગ એક મહિના સુધી અહીં ચૂંટણી અભિયાનનું કામ જોઈ રહેલા કોંગ્રેસના વરિષ્ઠ પદાધિકારીએ જણાવ્યું હતું કે જમીન પર છત્તીસગઢની ટીમમાં કામ કર્યા બાદ પાર્ટીમાં નવી ઉર્જા જોવા મળી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈના નિધન બાદ આસામ કોંગ્રેસનું મનોબળ ખૂબ પ્રભાવિત થયું હતું, કેમ કે તેઓ કદાવર નેતા હતા. જ્યારે અમે જાન્યુઆરીમાં અહીં આવ્યા તો લોકો BJP વિરુદ્ધ આક્રમક પ્રચાર માટે ઉત્સાહી હતા.

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને આગામી વિધનસભાની ચૂંટણી માટે આસામ એકાઈના આગેવાન નિયુક્ત કરવા પર સકારાત્મક દિશામાં વસ્તુઓ બદલાવા લાગશે. તેમણે કહ્યું કે, ‘છેલ્લાં 15-20 દિવસોમાં માહોલ બદલાયો છે અને ઊર્જાવાન નજર આવી રહેલી કોંગ્રેસ, BJP અને તેમની સહયોગીઓ વિરુદ્ધ આક્રમક પ્રચાર કરી રહી છે. નામ ન જાહેર કરવાનો અનુરોધ કરતાં તેમણે કહ્યું કે, હવે પાર્ટી સત્તાધારી NDAને સખત તક્કર આપવા માટે આશ્વસ્ત છે.’

શિવસાગરમાં 14 ફેબ્રુઆરીના રોજ આસામમાં પ્રચાર અભિયાનની શરૂઆતના સમયે રાહુલ ગાંધી સાથે ભૂપેશ બઘેલ પણ હતા. છત્તીસગઢના મુખ્યમંત્રી ચૂંટણી માટે પાર્ટીની તૈયારીઓને ખબર લેવા માટે સતત આસામ પ્રવાસ કરી રહ્યા છે. પદાધિકારીએ જણાવ્યું હતું કે, ‘લગભગ 15 વિશેષ પ્રશિક્ષક આવ્યા છે અને એક જાન્યુઆરીથી 10 મતદાન વિસ્તારોમાં લગભગ 100 તાલીમ સેશન આયોજિત કરવામાં આવ્યા છે. આગામી બે-ત્રણ દિવસોમાં બધા 126 મતદાન વિસ્તારોમાં તે પૂરા થશે.

પહેલા સ્તરની તાલીમ પૂરી થયા બાદ પાર્ટીના વરિષ્ઠ પદાધિકારી જમીની પરિસ્થિતિની ખબર લેવા માટે દરેક મતદાન વિસ્તારમાં જશે. ત્યારબાદ ચૂંટણી થવા સુધી બીજા અને ત્રીજા ચરણના તાલીમ કાર્યક્રમ ચલાવવામાં આવશે. તેમણે કહ્યું કે, BJPમા દરેક મતદાન કેન્દ્રના સ્તર પર પણ પ્રભારીની ભૂમિકા હોય છે, પરંતુ છત્તીસગઢમાં તેમનું મોડલ નિષ્ફળ રહ્યું  કેમ કે, આ વધારે મનોવૈજ્ઞાનિક રણનીતિ છે અને શુદ્ધ વિજ્ઞાન અને ગણિત પર કામ કરી રહ્યા છીએ.

ભૂપેશ બઘેલના રાજનૈતિક સલાહકાર વિનોદ વર્માએ જણાવ્યું હતું કે, ‘અમારી ટીમ આસામ કોંગ્રેસ સાથે નજીકના તાલમેળ સાથે કામ કરી રહી છે. જમીન પર પાર્ટીને મજબૂત બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2001થી 15 વર્ષ સુધી આસામમાં સત્તામાં રહેલી કોંગ્રેસે આગામી વિધાનસભાની ચૂંટણી માટે AIUDF, BKP (માલે) અને આંચલિક ગણ મોરચા (AGM) સાથે ગઠબંધન કર્યું છે. આસામની 126 સભ્યોવાળી વિધાનસભા માટે માર્ચ-એપ્રિલમાં ચૂંટણી થવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp