26th January selfie contest

કોંગ્રેસના પ્રતાપ દુધાત સસ્પેન્ડ તો ગાળ બોલનાર જગદીશ પંચાલ કેમ નહીં?

14 Mar, 2018
03:17 PM
PC: facebook.com/pratap dudhat

ગુજરાત વિધાનસભામાં આજે સર્જાયેલા મારામારીના દ્રશ્યોને લઈ રાજકીય ગરમા-ગરમી ચાલી રહી છે. વિધાનસભામા જે કંઈ પણ બન્યું તેને લઈ રાજકીય વર્તુળોમાં ભારે હોબાળો મચી ગયો છે ત્યારે ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીના નિર્ણયો ફરી વાર વિવાદે ચગ્યા છે.

Loading...

કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત માઈક લઈને ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ તરફ ધસી ગયા હતા. બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પ્રતાપ દુધાતનો આક્ષેપ છે કે ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલે તેમને ગાળ આપી અપશબ્દ કહ્યા છે. સ્પીકરે પ્રતાપ દુધાતને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા હતા ત્યાર બાદ દુધાતને સમગ્ર વિધાનસભાના સત્રમાંથી જ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો.

હવે કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે શા માટે સ્પીકરે માત્ર પ્રતાપ દુધાતને જ સમગ્ર વિધાનસભા સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા છે. જગદીશ પંચાલ સામે શા માટે એક્શન લેવામાં આવી રહ્યા નથી. કોંગ્રેસે આ અંગે ફરી વાર સ્પીકરને રજૂઆત કરવાનું મન બનાવ્યું છે.

બબાલ થયા બાદ ગુજરાત વિધાનસભા ફરી વાર શરૂ થઈ હતી અને ત્યારે માહોલ શાંતિપૂર્ણ રહ્યો હતો.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.

Loading...