PM મોદીની સભા વિરુધ્ધ પરેશ ધાનાણીને હેલ્મેટનો આઈડીયા કેવી રીતે આવ્યો?

PC: facebook.com/pareshdhananiofficial

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમરેલીનાં કાર્યક્રમ પૂર્વે હેલ્મેટ પહેરી દેખાવો કરી રહેલા કોંગ્રેસનાં ધારાસભ્ય પરેશ ધાનાણી સહિત અનેકની પોલીસે અટકાયત કરી હતી. પરેશ ધાનાણીએ વડાપ્રધાનનાં કાર્યક્રમનો રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો.

પરેશ ધાનાણીની સાથે 400-500 લોકોએ સ્વૈચ્છીક રીતે હેલ્મેટ પહેરી સરકારનો વિરોધ કર્યો હતો. અમરેલીનાં જીવરાજ મહેતા ચોકમાં હેલ્મેટ પહેરી ધરણા પર બેઠેલા કોંગ્રેસનાં ધારાસભ્ય સહિત 400-500 લોકોને પ્રસંગપાત અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

હેલ્મેટનો આઈડીયા ક્યાંથી આવ્યો તે અંગે પરેશ ધાનાણીએ khabarchhe.com સાથે વાત કરતા કહ્યું કે ગુજરાતમાં ગપોડીદાસ ફરી આવ્યા છે. 15 વર્ષથી સરકાર ચલાવી રહ્યા છે પરંતુ હજુ સુધી એક પણ વાયદા, વચનો પુરા કર્યા નથી. સદભાવનાનું પેકેજ, પાક વીમા .યોજનાનાં નાણા, યુવાનોને રોજગારી, 7મી સિંચાઈ યોજના, ગરીબોને સહાય સહિત એકેય કાર્ય થયા નથી. માત્ર ગપ્પા મારવામાં આવ્યા છે. જેથી કરીને ગુજરાત અને અમરેલીનાં લોકોનાં માથા પર ફરીથી ગપ્પાથી ઈજા ન પહોંચે એટલે કે માનિસિક ત્રાસ સહન કરવો ન પડે તે માટે હેલ્મેટ પહેરી વિરોધ કરવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું કે લોકો સ્વૈચ્છિક રીતે બજારોમાં હેલ્મેટ પહેરી નીકળ્યા હતા અને વાયદા, વચનો પૂર્ણ થયાની ઉઘરાણી કરી હતી. હેલ્મેટ સલામતી આપે છે. લોકોની વેદના પહોંચાડવા માટે હેલ્મેટ પહેરી વિરોધ કરવામાં આવ્યો હતો.

તેમણે વધુમાં કહ્યું કે એવું લાગતું હતું કે અમેરલીમાં આવી વડાપ્રધાન પુર પિડીતો માટે સહાયની જાહેરાત કરશે પરંતુ એવું કશું પણ સાંભળવા મળ્યું નહી. માત્ર વાતો કરીને સભા પૂર્ણ કરી દેવામાં આવી છે. નર્મદા કેનાલને પૂર્ણ કરવા કે તૂટી ગયેલા કેનાલો અંગે કોઈ જાહેરાત કરશે પરંતુ લોકોની અપેક્ષાની પરવા કર્યા વગર વડાપ્રધાન અમરેલીમાંથી રવાના થયા છે.
પરેશ ધાનાણી સહિત 400-500 લોકોની અટકાયત કરી અલગ-અલગ પોલીસ મથકે લઈ જવાામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp