મુસ્લિમ નેતાઓએ કરી રાહુલ ગાંધીને અપીલ: એક બેઠક પર તો મુસ્લિમ ઉમેદવાર ઉતારો

PC: moneycontrol.com

કોંગ્રેસના મુસલમાન નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પત્ર લખીને દિલ્હીની લોકસભા બેઠક પર મુસ્લિમ ઉમેદવાર ઉતારવાની માગ કરી હતી. કોંગ્રેસના મુસ્લિમન નેતાઓએ માગ કરી છે કે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન ન થતાં પાર્ટીએ હવે મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપવી જોઇએ.

જે મુસ્લિમ નેતાઓએ રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે તેમાં ચૌધરી મતીન અહમદ, શોએબ ઇકબાલ, મોહમ્મદ આસિફ ખાન, હારૂન યુસુફ અને હસન અહમદ સામેલ છે. આ નેતાઓ પ્રમાણે, નોર્થ-ઇસ્ટ દિલ્હી અને ચાંદની ચૌક જેવા લઘુમતી કોમની મોટી સંખ્યા ધરાવતા વિસ્તારમાં એક મુસ્લિમ ઉમેદવાર ઉતારવો જોઇએ. આ નેતાઓએ પોતાની અપીલની એક કોપી જનરલ સેક્રેટરી પીસી ચાકો અને દિલ્હી કોંગ્રેસના પ્રમુખ શીલા દિક્ષિતને પણ મોકલી છે.

દિલ્હી કોંગ્રેસના કમિટીના કાર્યકારી અધ્યક્ષ હારૂન યુસુફે કહ્યું કે, ચાંદની ચોક અને નોર્થ-ઇસ્ટ દિલ્હીમાં મુસ્લિમોની સારી એવી વસ્તી છે અને અહીંના પાંચ નેતાઓની ચૂંટણી જીતવાનો સારો રેકોર્ડ પણ ધરાવે છે. એવામાં કોઇક એકને ટિકિટ મળવી જોઇએ.

તેમણે કહ્યું કે, અમારી મુસ્લિમો અને અન્ય લોકોમાં સારી છબી છે. એવામાં રાજકીય લોકોમાં આ વાત પર નારાજગી છે કે 2019ના લોકસભા ચૂંટણી માટે આ લોકોની અવગણના થઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp