કોંગ્રેસની ચોથી યાદી જાહેર, શશિ થરૂરનું નામ પણ સામેલ

PC: theprint.in

લોકસભા ચૂંટણી માટે શનિવારે કોંગ્રેસે મોડી રાત્રે પોતાના ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી હતી. આ યાદીમાં કેરળની 12, ઉત્તરપ્રદેશની 7, છત્તીસગઢની 5, અરૂણાચલ પ્રદેશની બે અને અંદમાન નિકોબારની એક બેઠક માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ અરૂણાચલના પૂર્વ CM  નબામ તૂકીને અરૂણાચલ પશ્ચિમ અને શશિ થરૂરને તિરૂવનંતપૂરમની બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે.

કોંગ્રેસે કેરળની કાસરગોડ બેઠક પર રાજમોહન ઉન્ન્થન, કોઝીકોડથી એમ.કે. રાધવન, પલક્કડથી વી.કે.શ્રીકંટન, એર્નાકુલમથી હિબી ઇડનને, ઇડુક્કીથી ડીન કુરિયોકોસ અને કન્નુર બેઠક પરથી એસ.કે. સુધાકરણને ઉમેદવાર બનાવ્યા છે.

ઉત્તરપ્રદેશની મેરઠ બેઠક પર ઓમપ્રકાશ શર્મા, અલીગઢ બેઠક પરથી બૃજયેન્દ્ર સિંહ અને ઘોસી બેઠક પરથી બાલકૃષ્ણ ચૌહાનને ઉમેદવાર બનાવાયા છે.

આ ઉપરાંત છત્તીસગઢના સરગુજાથી ખેલમાય સિંહ, રાયગઢથી લાલજીતસિંહ, ચાંપાથી રવિ ભારદ્વાજ, બસ્તરથી દીપક બૈજ અને કાંકેરથી બીરેશ ઠાકુરને ઉમેદવાર બનાવ્યા છે. અરૂણાચલ પૂર્વ બેઠરક પરથી લોવાંગચા વાંગલેટ અને અંદમાન-નિકોબારની એકમાત્ર બેઠક પરથી કુલદીપ રાય શર્માને મેદાનમાં ઉતાર્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp