2019ની લોકસભા ચૂંટણી પહેલાં શરૂ થશે રામ મંદિરનું નિર્માણ: પૂર્વ ભાજપ સાંસદ

PC: sagardoot.com

2019ની લોકસભા ચૂંટણી નજીક આવતાની સાથે જ રામ મંદિરનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં છે. રામ મંદિર નિર્માણને લઈને અલગ અલગ દાવો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાનમાં ભાજપના પૂર્વ સાંસદ અને રામ જન્મભૂમિ ન્યાસ સમિતિના અધ્યક્ષ રામવિલાસ વેદાંતીએ પણ દાવો કર્યો છે કે 2019ની ચૂંટણી પહેલાં રામ મંદિરનું નિર્માણ શરૂ કરી દેવામાં આવશે.

જણાવી દઈએ કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો મુદ્દો હાલમાં સુપ્રીમ કોર્ટમાં છે. આ મુદ્દા પર હિંદુ-મુસલમાનોમાં પરસ્પર સમન્વય સ્થાપિત કરવા માટે ઘણા ધર્મગુરુઓ પહેલ કરી ચૂક્યા છે. જોકે અત્યાર સુધી બંને સમુદાયો વચ્ચે આ મુદ્દા પર કોઈ પણ પ્રકારની સમજૂતી થઈ નથી.

બીજી બાજુ ચૂંટણી નજીક આવતાની સાથે જ આ મુદ્દો ફરી ગરમાયો છે. રામ મંદિર નિર્માણ પર પ્રતિક્રિયા આપતા રામવિલાસ વેદાંતીએ કહ્યું કે ભાજપે રામ મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો છે. 2019ની ચૂંટણી પહેલાં રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp