PM મોદી માણસના રૂપમાં ભગવાન, 500 વર્ષમાં કોઇએ ન કર્યું એ એમણે કર્યુઃ BJP પ્રમુખ

PC: twitter.com/adeshguptabjp/

દિલ્હી પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષ આદેશ ગુપ્તાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભગવાનનો દરજ્જો આપ્યો હતો. ઇંદ્રપુરીમાં આયોજિત એક કાર્યક્રમમાં રામ મંદિરની ચર્ચા કરતા તેમણે કહ્યું હતું કે, તે(PM મોદી) છે તો માણસ પણ માણસના રૂપમાં ભગવાના છે. કારણ કે જે 500 વર્ષમાં ન થયું, તે તેમણે કરી બતાવ્યું. આદેશ ગુપ્તા એક કાર્યક્રમમાં આવ્યા હતા, જ્યાં તેમણે આ નિવેદન આપ્યું હતું.

દિલ્હી BJP અધ્યક્ષ આદેશ ગુપ્તાએ એવા સમયે આ વાત કરી છે, જ્યારે રામ મંદિરના નિર્માણ માટે 5 ઓેગસ્ટે અયોધ્યામાં ભૂમિ પૂજન થવાનું છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ શામેલ થવાના છે. ભૂમિ પૂજન કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સહિત વિશેષ રૂપે 200 લોકો શામેલ થવાના છે, જેમાં અનેક ધર્મગુરુઓ, સાધુઓ અને બિઝનેસમેનનો સમાવેશ થાય છે. હાલમાં અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

અયોધ્યામાં ભૂમિ પૂજનના કાર્યક્રમને જોતા PM મોદીના આવવાને કારણે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દેવામાં આવી છે. આ સિવાય 144ની કલમ પણ લાગુ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, અયોધ્યા રામ મંદિર નિર્માણને લઇને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ PM નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કર્યા હતા. CM યોગીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વયં ભૂમિ પૂજન કરશે. આ દરેક ભારતીય માટે ગૌરવની ક્ષણ હશે. પ્રધાનમંત્રીને  કારણે જ દેશ અને દુનિયા લગભગ પાંચ સદી બાદ આ શુભ મૂહુર્તનો અનુભવ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp