આ BJP નેતા નેહરૂના જન્મદિનને ‘બાળ દિવસ’ તરીકે ઉજવવાના વિરોધમાં, PMને લખ્યો પત્ર

PC: fairobserver.com

પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરૂની જંયતિ પર દેશમાં 14 નવેમ્બરના રોજ 'બાળ દિવસ' ઉજવવામાં આવે છે. પણ હવે આ 'બાળ દિવસ'ની તારીખ બદલવાની માગ ઊભી થઈ રહી છે. દિલ્હીમાં BJPના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ 'બાળ દિવસ'ની તારીખ બદલવા માટે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો છે.

સાંસદ અને દિલ્હી ભાજપા પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ પત્રમાં લખ્યું કે, 14 નવેમ્બરના રોજ પૂર્વ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂના જન્મદિને 'બાળ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. તેના સ્થાને સાહિબજાદા ફતેહ સિંહની શહાદતના દિવસને 'બાળ દિવસ' તરીકેે ઉજવવામાં આવે.

તેમણે પત્રમાં લખ્યું, 1956થી 14 નવેમ્બરના રોજ નહેરૂજીના જન્મદિને 'બાળ દિવસ'ની ઉજવણી કરવાની પરંપરા ચાલતી આવી રહી છે. તેની પાછળ એવી ખોટી ધારણા છે કે તેમને બાળકો ઘણાં પ્રિય હતા.

મનોજ તિવારીએ કહ્યું, આપણા દેશમાં બાળકોએ ઘણાં બલિદાન આપ્યા છે. જેમાં શીખોના દશમ ગુરુ સાહિબ શ્રી ગુરુગોબિંદ સિંહજીના નાના સાહબજાદે, સાહિબજાદા જોરાબર સિંહજી અને સાહિબજાદા ફતેહ સિંહજી છે. જેઓ સરહિંદ પંજાબમાં 1705માં પૌષ માહમાં ધર્મની રક્ષા માટે શહિદ થયા હતા.

તેમણે પ્રધાનમંત્રીને પત્રમાં આગ્રહ કર્યો છે કે આ બહાદુર બાળકોના બલિદાન અને સાહસને ધ્યાનમાં રાખીને તેમની શહાદતના દિનને દર વર્ષે 'બાળ દિવસ' તરીક ઉજવવાની ઘોષણા કરવામાં આવે.

મનોજ તિવારી તરફથી પત્ર એવા સમયે લખવામાં આવ્યો છે જ્યારે અમુક દિવસોમાં દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની છે. અને ભાજપા સત્તામાં આવવાની કોશિશમાં લાગી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp