DMKના પૂર્વ MLAના ઘરે છાપેમારી, સિક્રેટ રૂમમાંથી મળ્યો ખજાનો

PC: wp.com

દેશમાં નોટબંધી બાદ જુની નોટો રાખવી ગેરકાયદેસર જાહેર કરવામાં આવી ચુકી છે. પરંતુ કોઇમ્બતૂરમાં DMKના એક પૂર્વ ધારાસભ્ય એલનગોના દીકરા આનંદના ઘરેથી ભારેમાત્રામાં જુની નોટો મળી આવી હતી. ઘરના સિક્રેટ રૂમમાં સંદૂકમાં જુની નોટ હોવાની માહિતી મળ્યા બાદ પોલીસે છાપો માર્યો હતો, જેમાં 2 લાખ 68 હજાર રૂપિયાની જુની નોટ અને 667 પેપરના બંડલ મળી આવ્યા હતા. પેપરના બંડલ એકદમ જુની નોટો જેવા જ દેખાઈ રહ્યા હતા.

પૂર્વ ધારાસભ્યના દીકરાના ઘરે નકલી નોટ હોવાની સૂચના મળ્યા બાદ ચેન્નાઈમાં DSP વેલુમુરગનના નેતૃત્વમાં પોલીસની ટીમે છાપો માર્યો હતો. જોકે, છાપો માર્યા બાદ પૂર્વ ધારાસભ્યના દીકરાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, જે મકાનમાંથી આ નોટ મળી આવી છે, તે મકાન તેણે અઢી લાખ રૂપિયા પ્રતિ મહિનાના દરે ભાડેથી આપ્યું હતું.

પૂર્વ ધારાસભ્યના દીકરાએ નકલી નોટોને લઈને જણાવ્યું હતું કે, તે નોટો તેમની નથી અને તેમણે મકાન રશીદ, શેખ અને ફિરોઝ નામના વ્યક્તિને ભાડેથી આપ્યું છે. આ તમામ લોકો કરૂમપુકાદેઈના રહેવાસી હતી.

આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, આ નોટોને ચલણમાં જે નવી નોટો છે, તેની સાથે બદલવાની તૈયારી હતી. પોલીસે સીક્રેટ રૂમમાંથી નોટ ગણવાનું મશીન, સ્ટેપલિંગ મશીન અને ક એક ગન પણ જપ્ત કરી છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, આ લોકોએ વિસ્તારમાં એવી અફવા પણ ફેલાવી હતી કે, બે લાખ રૂપિયાની જુની નોટો આપવા પર તેમને 1 લાખ રૂપિયાની નવી નોટો મળશે. પોલીસે આ મામલામાં તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp