કંગના સામે અભદ્ર પોસ્ટ કરી સુ્પ્રિયાએ, પછી માગવી પડી માફી
ભારતીય જનતા પાર્ટી (BJP) ઉમેદવાર બોલિવુડ એક્ટ્રેસ કંગના રણૌતે કોંગ્રેસ લીડર સુપ્રિયા શ્રીનેતની આપત્તિજનક પોસ્ટ પર સખત પ્રતિક્રિયા આપી છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, દરેક મહિલા પોતાની ગરિમાની હકદાર છે. જો કે, બાદમાં સુપ્રિયા શ્રીનેતે સ્પષ્ટતા આપતા કહ્યું કે, આ પોસ્ટ તેમણે કરી નથી. તેમણે કહ્યું કે, મારા મેટા અકાઉન્ટ (ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ) સુધી પહોંચ રાખનાર કોઈ વ્યક્તિએ ખૂબ જ ઘૃણાસ્પદ અને આપત્તિજનક પોસ્ટ કરી છે, જેને હટાવી દીધી છે, પરંતુ ભાજપના નેતાઓએ કોંગ્રેસ હાઇકમાન પાસે સુપ્રિયા શ્રીનેતનું રાજીનામું માગ્યું છે.
ભાજપના IT સેલના પ્રમુખ અમિત માલવીયએ કહ્યું કે, તે એટલું ધ્રૃણિત છે કે, કોઈ એ પૂછ્યા વિના નહીં રહી શકે કે અંતે કોંગ્રેસ એટલી ગંદકી એક જગ્યાએ કેવી રીતે ભેગી કરી લે છે? જો મલ્લિકાર્જૂન ખરગેની પાર્ટીમાં કોઈ ભૂમિકા છે, તો તરત સુપ્રિયાને સસ્પેન્ડ કરવા જોઈએ. સુપ્રિયા શ્રીનેતના ઇન્સ્ટા અકાઉન્ટથી અભદ્ર પોસ્ટને લઈને કંગના રણૌતે ટ્વીટ કરીને કહ્યું કે, પ્રિય સુપ્રિયાજી એક કલાકારના રૂપમાં પોતાના કરિયરમાં 20 વર્ષોમાં મેં દરેક પ્રકારની મહિલોની ભૂમિકા ભજવી છે.
Dear Supriya ji
— Kangana Ranaut (@KanganaTeam) March 25, 2024
In the last 20 years of my career as an artist I have played all kinds of women. From a naive girl in Queen to a seductive spy in Dhaakad, from a goddess in Manikarnika to a demon in Chandramukhi, from a prostitute in Rajjo to a revolutionary leader in Thalaivii.… pic.twitter.com/GJbhJTQAzW
This initiation into politics by fire @KanganaTeam is not a reflection on who you are but on what they have done & are capable of continuing to do for they can’t fathom how to deal with women of steel. March onto victory . Vijayi Bhav! https://t.co/FbuHu0xTnZ
— Smriti Z Irani (Modi Ka Parivar) (@smritiirani) March 25, 2024
Congress’s Supriya Shrinate makes an obnoxious comment on Kangana Ranaut in an Insta post. It is so disgusting that one can’t help, but ask - how does Congress collect so much filth in one place?
— Amit Malviya (मोदी का परिवार) (@amitmalviya) March 25, 2024
If CP @Kharge has any say in the party, he must sack her immediately or else… pic.twitter.com/gM032dYf4x
ક્વીનમાં એક ભોળીભાલી છોકરીથી લઈને ધાકડમાં એક આકર્ષક જાસૂસ સુધી, મણિકર્ણિકામાં એક દેવીથી લઈને ચંદ્રમુખી ફિલ્મમાં એક રાક્ષસ સુધી, રજ્જોમાં એક વૈશ્યાથી લઈને થલાઇવીમાં એક દેવીથી લઈને થલાઇવીમાં એક ક્રાંતિકારી નેતા સુધી. ભાજપના ઉમેદવારે કહ્યું કે, આપણે પોતાની દીકરીઓને પૂર્વાગ્રહોના બંધનોથી મુક્ત કરવી જોઈએ. આપણને તેમના શરીરના અંગો બાબતની જિજ્ઞાસાથી ઉપર ઊઠવું જોઈએ. સૌથી ઉપર, આપણે યૌનકર્મીઓના પડકારપૂર્ણ જીવન કે પરિસ્થિતિઓને લઈને કોઈ પ્રકારના દુર્વ્યવહાર કે અપમાનના રૂપમાં ઉપયોગ કરીને વેચવું ન જોઈએ.
मेरे फेसबुक और इंस्टा के अकाउंट पर कई लोगों का एक्सेस है. इसमें से किसी व्यक्ति ने आज एक बेहद घृणित और आपत्तिजनक पोस्ट किया था.
— Supriya Shrinate (@SupriyaShrinate) March 25, 2024
मुझे जैसे ही इसकी जानकारी हुई मैंने वह पोस्ट हटा दिया. जो भी मुझे जानते हैं, वह यह अच्छी तरह से जानते हैं कि मैं किसी भी महिला के लिए व्यक्तिगत भोंडी… pic.twitter.com/CFDNXuxmo2
બીજી તરફ સુપ્રિયા શ્રીનેતે સ્પષ્ટતા આપતા કહ્યું કે, જે કોઈ પણ મને જાણે છે તેમને ખબર હશે કે હું કોઈ મહિલા માટે એવું ક્યારેય નહીં કહું. જો કે, એક પેરોડી ખાતું પણ છે. તેને મેં અત્યારે જ પોતાના નામનો દુરુપયોગ કરતા જોયું છે. કોઈએ મારા નામથી ટ્વીટર પર ચલાવ્યું પણ છે. તેને લઇને મેં ફરિયાદ કરાવી છે. એ છતા ભાજપના નેતા સુપ્રિયા પર હમલાવર છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, કંગના રણૌત એ તમને દર્શાવતું નથી કે તમે કોણ છો, પરંતુ ખબર પડે છે કે, તેમણે શું કર્યું અને આગળ પણ કરવામાં સક્ષમ છે. ઉલ્લેખનીય છે કે, તેઓ સમજી શકતા નથી કે તમારા જેવી મજબૂત મહિલાઓ સાથે કેવો વ્યવહાર કરવામાં આવે. તમે જીત તરફ વધો. વિજયી ભવ!
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp