મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના નામ પર મહોર લાગી ગઇ

PC: aajtak.in

મહારાષ્ટ્રમાં છેલ્લાં 11 દિવસથી મુખ્યમંત્રી કોણ બનશે તેના માટે સસ્પેન્સ ચાલી રહ્યું હતું, પરંતુ આજે એ કોકડું ઉકેલાઇ ગયું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ બનશે. બુધવારે મુંબઇમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળી હતી, જેમાં દેવેન્દ્ર ફડણવીસને વિધાનસભા દળના નેતા સર્વાનુમતે ચૂંટી દેવામાં આવ્યા છે. ફડણવીસ મહારાષ્ટ્રના ત્રીજી વખત મુખ્યમંત્રી બનશે.

જાણવા મળેલી વિગત મુજબ એકનાથ શિંદે અને અજીત પવાર ડેપ્યુટી CM તરીકે શપથ લેશે. શપથગ્રહણ સમારોહ આવતીકાલે એટલે કે 5 ડિસેમ્બરે સાંજે મુંબઇના આઝાદ મેદાન પર થવાનો છે.

ભાજપે મહારાષ્ટ્ર મોકલેલા નિરક્ષિકો નિર્મલા સીતારણ અને વિજય રૂપાણી હવે  ઇન્ચાર્જ મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળશે અને મહાયુતિના ધારાસભ્યોની સંમતિ મેળવશે. એ પછી ફડણવીસ, શિંદે અને પવાર રાજ્યપાલ પાસે જઇને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp