દિનેશ બાંભણિયાએ PAASમાંથી રાજીનામું આપ્યું કે નહી?

PC: youtube.com

પાટીદાર અનામત આંદોલન સમિતિનાં યુવા આંદોલનકારી હાર્દિક પટેલને ચૂંટણી પૂર્વે મસમોટો ફટકો પડ્યો હોવાનું મીડિયામાં ચાલી રહ્યું છે. હાર્દિકનો વધુ એક વિશ્વાસુ સાથીદાર અને PAASની કોર કમિટીનો મેમ્બર દિનેશ બાંભણિયાના PAASમાંથા રાજીનામા અંગે અનેક પ્રકારનાં તર્ક વિતર્ક થઈ રહ્યા છે. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારે રસાકસીનો મહોલ સર્જાઈ રહ્યો છે. પાટીદાર ફેકટરનાં કારણે ભાજપને બહુ મોટી ચિંતા સતાવી રહી છે. આવતીકાલે પ્રથમ તબક્કાની 89 બેઠક માટે મતદાન થવા જઈ રહ્યું છે તે પહેલાં જ હાર્દિક પટેલનાં ખાસ સાથી બાંભણિયાએ PAASમાં અચાનક રાજીનામું ઘરી દેવાના સમાચાર વાયરલ થતા PAASની હાલત કફોડી થઈ જવા પામી છે.

રાજીનામા અંગે  દિનેશ બાંભણિયાએ કહ્યું કે હંમેશ પાટીદાર સમાજ માટે કર્યું છે. કોંગ્રેસનાં નેતાઓ અમારો ફોન ઉપાડી રહ્યા નથી અને પાટીદાર સમાજને અન્યાય કરી રહ્યા છે. સમાજને અન્યાય કરવામાં આવતા અને કોંગ્રેસને સમર્થન જાહેર કરવાનાં કારણે PAAS સાથે મનદુખ હોવાની વિગતો બહાર આવી રહી છે. દિનેશે રાજીનામાની વાતનો પણ ઈન્કાર કર્યો હતો.

તેમણે કહ્યું કે હું કોઈ પક્ષમાં જોડાવાનો નથી અને હાર્દિક પટેલની સાથે જ છું. કોંગ્રેસના નેતાઓનું વલણ PAASનાં કન્વીનરો સાથે જરાય શોભાસ્પદ રહેલું નથી. કેટલાક મુદ્દા બાબતે હાર્દિક સાથે અણબનાવ હોવાની વાતનો પણ દિનેશે છેદ ઉડાડી દીધો હતો. હવે દિનેશ શું કરે છે તે અંગે રહસ્ય સર્જાયું છે અન આવનાર દિવસોમા બાંભણિયા કેવો અભિગમ અપનાવે છે એ મહત્વનું બની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp