એકનાથ શિંદે મુંબઇની હોસ્પિટલમાં દાખલ, તાવ અને ખાંસીની ફરિયાદ
મહારાષ્ટ્રના રાજકારણમાં રોજ પડેને કઇંકને કઇંક ઉથલપાથલો થયા કરે છે.પરિણા જાહેર થવાના 11 દિવસ પછી પણ હજુ મુખ્યમંત્રીનું નામ જાહેર નથી થયું અને આજે મુંબઇમાં મહાયુતિની બેઠક મળવાની હતી, પરંતુ તે પહેલા ઇન્ચાર્જ મુખ્યમંત્રી એકનાથ શિંદેને હોસ્પિટલ લઇ જવાયા છે. તેઓ હજુ અસ્વસ્થ છે અને ખાંસીની ફરિયાદ છે. આ પહેલા સતારા ગામ ગયેલા શિંદે બિમાર પડ્યા હતા અને મુંબઇથી ડોકટરોની ટીમ મોકલવી પડી હતી.
જાણવા મળેલી માહિતી મુજબ ભાજપ મહારાષ્ટ્રમાં પોતાની પાસે 22 ખાતા રાખશે. ઉપરાંત સ્પીકર, વિધાન પરિષદ અને મુખ્યમંત્રી પદ પણ ભાજપ પાસે હશે. શિંદેની ગૃહ મંત્રાલય મેળવવાની જીદ સામે ભાજપ ઝુક્યું નથી. ગૃહ મંત્રાલય પણ ભાજપ પાસે જ રહેશે.
શિંદેને 11 મંત્રાલય અને અજિત પવારને 10 મંત્રાલય મળી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp