વધુ એક સરકારી વિભાગના કર્મચારીઓએ ગુજરાત સરકાર સામે બાંયો ચઢાવી

PC: khabarchhe.com

સુરતમાં ક્ષય વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. 15 જેટલી માંગણીઓને લઈ આજથી ક્ષય વિભાગના કર્મચારી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે.

રિપોર્ટ અનુસાર સરકારની સામે એક પછી એક વિભાગના કર્મચારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે ક્ષય નિયંત્રણ વિભાગમાં કામ કરી રહેલા કર્મચારીઓ જે છે તે વિરોધ પર ઉતર્યા છે. કર્મચારીઓ દ્વારા વિરોધ કરવાનું મુખ્ય કારણએ છે કે, તેમના જે પડતર પ્રશ્નો છે તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી. વર્તમાન સમયને ધ્યાનમાં લઈ પગાર વધારો કરવામાં આવે તેવી કર્મચારીઓ દ્વારા માગણી કરવામાં આવી રહી છે. તો શોષણ નીતિને નાબૂદ કરવામાં આવે તેવી પણ તેમના દ્વારા માગણી કરવામાં આવી છે.

આ ઉપરાંત સમાન કામ સમાન વેતન આપવામાં આવે તે માગણી કરવામાં આવી છે. આ ઉપરાંત આ કર્મચારીઓ છે તે 21 વર્ષથી કોન્ટ્રાક્ટર અંદર ફરજ બજાવી રહ્યા છે તો તેમને કાયમી કરવાની પણ એક માગણી અહીં ઊભી થઈ રહી છે. એટલે કે જિલ્લા ક્ષય કેન્દ્ર જે સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલું છે ત્યાં આ તમામ કર્મચારીઓ દ્વારા હાલ ચોક્કસ મુદતની હડતાલ કરી દેવામાં આવી છે.

અંદાજિત 200 કરતાં વધારે તે ક્ષય ભાગના કર્મચારીઓ છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહત્વની વાત કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2025માં ક્ષય મુક્ત ભારતનો એક સ્વપ્ન જોવામાં આવ્યું હતું. પરંતુ હાલ આજે ક્ષય ભાગના કર્મચારીઓ છે તેના વિરોધને લઇ ક્યાંકને ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન પર બ્રેક લાગતી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ત્યારે હવે ચૂંટણી જે છે તે જાહેર થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે અને તેવામાં એક પછી એક સરકારી વિભાગના કર્મચારીઓ છે તે સરકાર સામે વિરોધ કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે ક્ષય વિભાગમાં જે કર્મચારી છે ફરજ બજાવે છે માગણી સરકાર દ્વારા પૂરી કરવામાં આવે છે કે નહીં. આજે સિવિલ કેમ્પસ ખાતે આ તમામ કર્મચારીઓએ રામધુન બોલાવીને વિરોધ નોંધાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp