મુખ્યમંત્રીનું આગમન થાય તે પહેલા જ રાજકોટમાં ભાજપના બે મોટા નેતા બાખડ્યા

PC: DainikBhaskar.com

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયો હતું. ત્યારે અસરગ્રસ્ત લોકોની મુલાકાત કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રમાં પહોંચ્યા હતા. ભૂપેન્દ્ર પટેલ સ્થાનિક આગેવાનોને સાથે લઈને જામનગરના લોકોની મુલાકાત કર્યા બાદ જ્યારે રાજકોટ જવાના હતા પહેલા જ રાજકોટમાં ભાજપના બે મોટા નેતાઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. આ બે નેતાઓમાં ભાજપના સાંસદ મોહન કુંડારિયા અને ભાજપના નેતા ચેતન રામાણીનો સમાવેશ થાય છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે કાર્યાલય ખોલવા બાબતે ભાજપ નેતા ચેતન રામાણીએ મોહન કુંડારિયાને ખરીખોટી સંભળાવી હતી અને ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. બન્ને નેતાઓ વચ્ચે બોલાચાલી થયા બાદ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મેયર પ્રદીપ ડવ અને રાજ્યસભાના સાંસદોએ દરમિયાનગીરી કરીને બંને નેતાઓને શાંત કર્યા હતા.

ભાજપના નેતા ચેતન રામાણીએ મોહન કુંડારિયાને સાત વર્ષથી કાર્યાલય ન શરૂ કરવા બાબતે કહ્યું હતું અને આ મામલે મોહન કુંડારિયા રોષે ભરાયા હતા. આ ઘટના બાદ સાંસદ મોહન કુંડારિયાએ એવું જણાવ્યું હતું કે, હું કોઈને પણ ફરિયાદ નહીં કરું. આ મારો સ્વભાવ નથી. જ્યારે આ બંને નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ત્યાં હાજર હતાં.

ભાજપના સાંસદ મોહન કુંડારિયા અને ભાજપના નેતા ચેતન રામાણી વચ્ચે શાબ્દિક બોલાચાલીને લઈને રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. મહત્ત્વની છે કે, રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ અવાર નવાર સામે આવે છે. માર્કેટ યાર્ડની ચૂંટણી હતી તે સમયે ભાજપના બે જૂથ વચ્ચે આંતરિક ખેંચતાણ શરૂ થઈ ગઈ હતી. ત્યારે હવે મુખ્યમંત્રી રાજકોટની મુલાકાત કરે તે પહેલા જ ભાજપના જ બે મોટા નેતાઓ વચ્ચે શાબ્દિક બોલાચાલી થતા ભાજપનો આંતરિક વિખવાદ જાહેર થયો છે.

મહત્ત્વની વાત છે કે, રાજકોટમાં ભાજપના નેતા ભરત બોઘરા અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા વચ્ચેનો વિખવાદ પણ જગ વિખ્યાત છે. જે કાર્યક્રમમાં કુંવરજીને આમંત્રણ આપવામાં આવ્યું હોય ત્યાં ભરત બોઘરાની હાજરી હોતી નથી અને જે કાર્યક્રમમાં ભરત બોઘરાને આમંત્રણ આપવામાં આવે છે તે કાર્યક્રમમાં કુંવરજીની હાજરી હોતી નથી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp