એક વાર મંત્રી બન્યા હશે તેને પણ કદાચ ભૂપેન્દ્ર પટેલની કેબીનેટમાં સ્થાન નહીં મળે

PC: DainikBhaskar.com

વિજય રૂપાણીના રાજીનામાં બાદ મુખ્યમંત્રી કોણ બનશે તેને લઇને અનેક ચર્ચાઓ ચાલી હતી. પણ ધારાસભ્યોની બેઠકમાં નવું નામ જ સામે આવ્યું. આ નામ હતું ભૂપેન્દ્ર પટેલનું. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા હતા અને તેમનું નવું મંત્રીબનશે. ત્યારે આવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, ભૂપેન્દ્ર પટેલની કેબીનેટમાં જૂના મંત્રીઓને પડતા મૂકવામાં આવી શકે છે. પણ જાણકારોના મતે વિજય રૂપાણીના મંત્રીમંડળના 90% મંત્રીઓને પડતા મૂકવામાં આવી શકે છે. ત્યારે મુખ્યમંત્રીનું ભૂપેન્દ્ર પટેલનું મંત્રીમંડળ ટોટલ સરપ્રાઈઝ પેકેજ હોય તો નવાઈ નહીં.

ગુરુવારે મંત્રીઓની શપથવિધિ યોજાશે તેવી પણ જાણકારી મળી રહી છે. તો બીજી તરફ રાજ્ય સરકારના મંત્રી બચુ ખાવડ, વિભાવરી દવે, કુમાર કાનાણી, રમણ પાટકર સહિતના મંત્રીઓને તેમના નિવાસ ખાલી કરવા માટેના સૂચનો આપવામાં આવ્યા છે. તો ઘણા મંત્રીઓએ સચિવાલયમાંથી તેમની ઓફિસ પણ ખાલી કરી દીધી છે. એક તરફ નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રમાં પૂરગ્રસ્ત વિસ્તારોના લોકોની મુલાકાતે ગયા હતા અને બીજી તરફ ભજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના બંગલે એક બેઠક પણ મળી હતી. આ બેઠકમાં મંત્રીઓના નામ બાબતે ચર્ચાઓ થતી હતી. પણ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને અમિત શાહના જૂથના ધારાસભ્યોમાંથી કોના નામ પર મહોર મારવી તે બાબતે ખેંચતાણ ચાલી  રહી છે. મહત્ત્વની વાત છે કે ભૂપેન્દ્ર પટેલ આનંદીબેન પટેલના નજીકના અને વિશ્વાસુ છે.

જાણકારોના મતે મંગળવારે રાતે ધારાસભ્યોને બુધવારે બપોરે રાજભવન ખાતે હાજર રહેવા માટે આદેશ આપવામાં આવ્યા છે. તો બીજી તરફ શપથગ્રહણ મુદ્દે GAD, પ્રોટોકોલ વિભાગને કોઈ પણ સુચના મળી ન હોવાની પણ માહિતી સામે આવી રહી છે. તો જૂના મંત્રીઓએ પણ ભૂપેન્દ્ર પટેલની કેબીનેટમાં સ્થાન મેળવવા માટે લોબિંગ કર્યું હોવાની પણ માહિતી સામે આવી છે. ત્યારે કેટલાક જાણકારો ભૂપેન્દ્ર પટેલની કેબીનેટમાં નો રીપીટની થીયરી લાગુ થશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.

રાજકીય વિશ્લેષકોના મતે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં નવા ચેહેરાઓને સ્થાન આપવામાં આવી શકે છે. તો બીજી તરફ જ્ઞાતિ અને પ્રદેશવાર સમીકરણોનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. સાથે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, 27 સભ્યનું પૂર્ણ કદનું મંત્રી મંડળ બનશે. તો બીજી તરફ નવા મંત્રી મંડળમાં રૂપાણી સરકારના 11 મંત્રીમાંથી 7ની બાદબાકી થઇને કદાચ 4 મંત્રીઓને સ્થાન મળી શકે છે. આ ચાર મંત્રીઓમાં ગણપત વસાવા, પ્રદીપસિંહ જાડેજા, દિલીપ ઠાકોર, જયેશ રાદડીયાના નામ આગળ ચાલી રહ્યા છે. એક એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, એક વાર મંત્રી બનાયા હશે તેમની પણ ભૂપેન્દ્ર પટેલની કેબીનેટમાં સ્થાન મળી શકશે નહીં. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp