ડાંગના ડોનની ભાજપમાંથી હકાલપટ્ટી

PC: khabarchhe.com

પોતાની આંગળીએ ભાજપને નચાવી રહેલાં ડોનને આખરે પક્ષમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે. ડાંગ જિલ્લા ભાજપના પ્રમુખ રમેશ ચૌધરી ઉર્ફે ડોન ભાજપની સરમુખત્યારશાહી સામે પડી ગયા હતા અને પક્ષની પ્રદેશ નેતાગીરીને પડકારી રહ્યાં હતા. તેમને જિલ્લા પ્રમુખ પદેથી પાણીચું આપી દીધા બાદ નવા જિલ્લા પ્રમુખ તરીકે બાબુરાવ ચૌર્યાને નિયુક્ત કરવામાં આવ્યા છે. ડાંગ જિલ્લા પંચાયતમાં પોતાની પત્ની બીબી ચૌધરીને પ્રમુખ બનાવવા માટે જિલ્લા અને પ્રદેશ ભાજપના નેતાઓ સામે હાથ ઉગામ્યા હતા.

ભાજપે બીજા ઉમેદવાર તરીકે જાહેર કરતાં ડોને કોંગ્રેસની મદદ લીધી હતી અને ભાજપને પડકાર ઊભો કર્યો હતો. કોંગ્રેસે મદદ કરી હતી અને બીબી પ્રમુખ બન્યા હતા. ભાજપે તેમને ફરી પક્ષમાં લીધા હતા અને ગાંધીનગર પ્રદેશ ભાજપના કાર્યાલયે તેમને બોલાવવીને પક્ષે સમાધાન કરીને ફરી ભાજપમાં લીધા હતા. આવી પ્રવૃત્તિ થતાં તેમની સામે ભાજપના નેતાઓ પડી ગયા હતા અને આખરે ડાંગ જિલ્લામાં લોકસભાની ચૂંટણી માટે ભાજપની આહવા ખાતેની એક બેઠકમાં ડોન સામે દેખાવો કરાવાયા હતા. ડોન ડાયસ પર બેસવા જતાં હતા ત્યારે તેમને અટકાવવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ બીબી ચૌધરી, સુબીર તાલુકાનાં બળવાખોર સભ્યો સાથે ડોન બેઠક છોડી જતાં રહેતા ત્યારે જ તે તથા ડાંગ જિલ્લા પ્રમુખ ભાજપ છોડી દેશે આવું સ્પષ્ટ બની ગયું હતું. જોકે બાબુરાવ આ દાખાવો થાય તેવું ઇચ્છતા હતા અને તેમ જ થયું.

આમ તેમની ત્યારે જ હકાલપટ્ટી નક્કી થઈ ગઈ હતી. આમ આખરે ભાજપે તેમને પક્ષમાંથી દૂર કરી દીધા હતા. બાબુરાવ અગાઉ જિલ્લા સંગઠનમાં હતા. તેઓ ડાંગ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદે રહી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp