વિજય રૂપાણી નારાજ છે તે વાત ખોટી છે, ભાજપ એક પરિવાર છે: સી.આર.પાટીલ

PC: facebook.com/CRPatilMP

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નારાજ છે તેવી વાતે જોર પકડ્યું છે. આ વાતે જોર પકડ્યું હોવાની એટલા માટે ચર્ચાઈ રહી છે કે, પાટીલ અને રૂપાણી વચ્ચે મતભેદ જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપ્યા બાદ પાટીલ અને રૂપાણી બંને વચ્ચેનું અંતર પણ વધ્યું હોય તેવું કહી શકાય. આ કહેવાનું કારણ એ છે કે પાટીલના કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં રૂપાણીનું નામ કે પછી કાર્યક્રમમાં રૂપાણીની હાજરી જોવા મળતી નથી. આ ઉપરાંત રૂપાણીના કાર્યક્રમમાં પાટીલની હાજરી જોવા મળતી નથી. ત્યારે રૂપાણીની નારાજગીને લઈને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા એક મહત્ત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. સી.આર. પાટીલનું કહેવું છે કે, રૂપાણી નારાજ નથી. વિજય રૂપાણી આજના કાર્યક્રમમાં જોડાયા હતા અને જવાબદારીઓ બદલાતી રહેતી હોય છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, જે વાત તમારી પાસેથી તેના કોઈ ઠોસ પૂરાવાઓ હોતા નથી. અમારા આગેવાનો અને કાર્યકર્તાઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. વિજય રૂપાણી સાહેબ અને નીતિનભાઈ પણ જોડાયા હતા. તમામ કેન્દ્રીયમંત્રી, ગુજરાત સરકારના તમામ ધારાસભ્ય અને તમામ મંત્રીઓ આજના કાર્યક્રમમાં જોડાયા હતા. કાલે વિજય રૂપાણીએ જ મને ફોન કરીને કહ્યું હતું કે, હું કાર્યક્રમમાં જોડાઈ રહ્યો છું. તેઓ પ્રવાસમાં હોવા છતાં પણ તેમને આના માટે ટાઈમ કાઢ્યો હતો. આ બધી ખોટી વાત છે. ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે. જવાબદારી અલગ-અલગ હોય છે બદલતી રહે છે અને નારાજગીનું કોઈ કારણ કોઈ માટે નથી.

ઉલ્લેખનીય છે કે, રાજકીય લોબી ચર્ચાઓ ચાલી રહી હતી કે પાટીલને પ્રદેશ અધ્યક્ષનું પદ મળ્યા બાદ જ રૂપાણી અને પાટીલ વચ્ચેનું અંતર વધી ગયું હતું. બંને વચ્ચે ખૂબ જ વધારે મતભેદ થવા લાગ્યા હતા. પાટીલે મીડિયા સાથે એક એવું નિવેદન આપ્યું હતું કે, 2022માં ભારતીય જનતા પાર્ટી વિધાનસભાની ચૂંટણી વિજય રૂપાણીના નેતૃત્વમાં જ લડશે અને ત્યારબાદ એકાએક જ આખી સરકાર બદલી દેવામાં આવી છે. એકાએક જ વિજય રૂપાણીનું રાજીનામું લેવાયું, ત્યારબાદ અન્ય મંત્રીઓના પણ રાજીનામાં લેવાયા અને પછી નો-રીપીટ થીયરીથી આખી સરકારની રચના કરવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp