વિજય સુવાળાના રાજીનામાની વાત ઈશુદાન પહોંચ્યા તેને મળવા, પછી જુઓ શું કહ્યું

PC: facebook.com/vijaysuvadaofficial20

ગુજરાત આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ વિજય સુવાળાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેથી આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી વિજય સુવાળાની મુલાકાતે પહોંચ્યા હતા. બંને નેતાઓની મુલાકાત બાદ વિજળ સુવાળાએ નિવેદન આપ્યું હતું કે, તે પાર્ટીમાંથી રાજીનામું આપશે કે નહીં આપે તે બાબતે હજુ એક વખત વિચાર કરશે. કારણ કે ઈશુદાન તેમને મોટા ભાઈ કરતા પણ વિશેષ છે.

ઈશુદાન ગઢવીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વિજળ સુવાળા મારા નાના ભાઈ સમાન છે. અમારા માટે દિલના સંબંધો છે. તેમને મને કહ્યું કે, ઈશુદાનભાઈ હું બધે પહોંચી શકતો નથી. તેમને ગઈ કાલે જ મને કહ્યું કે મારે કાર્યક્રમો એટલા બધા રહે છે કે, હું પાર્ટીના કાર્યક્રમમાં હાજરી આપી શકતો નથી. અમે પણ નક્કી કર્યું હતું કે, પાર્ટીના મોટા કાર્યક્રમ હોય તેમાં જ વિજય સુવાળાની હાજરી રહે. અમારી કે ઝૂમ મીટીંગ થતી ત્યારે તેઓ દર અઠવાડિયે હાજરી આપતા અને સલાહ સૂચનો આપતા હતા, મને ગર્વ છે કે, વિજય સુવાળા માલધારી સમાજમાં એક મોટા નેતા છે. આ એટલા મોટા નેતા છે કે તેમને માત્ર ઉપાધ્યક્ષ પદ નહીં પણ ઉત્તર ગુજરાતનો આખો ચાર્જ તેમને સોંપવામાં આવ્યો છે. હું કહું છું કે, કોઈ પાર્ટીએ માલધારી સમાજને આટલી મોટી જવાબદારી સોંપી હોય તેવું બન્યું નથી.

ઈશુદાને વધુમાં જણાવ્યું હતું કે, હું આમ આદમી પાર્ટીમાં જોડાયો ત્યારે તેમને પણ મને મેસેજ કર્યો કે મારે પણ પાર્ટીમાં આવું છે અને આપણે સાથે મળીને ખૂબ સારી કામગીરી કરીશું. ત્યારબાદ અમે સાથે જોડાયા અને ત્રીજા દિવસે મહેશ સવાણી પણ જોડાયા. અમારું લક્ષ્ય સારા કામો કરવાનું છે. ઉત્તર ગુજરાતની બધી સીટનો ઝોન વિજય સુવાળાને સોંપવામાં આવ્યો છે. તેમને મને એમ પણ કહ્યું કે, ઈશુદાનભાઈ હું કાર્યક્રમમાં કારણે સમય કાઢી નથી શકતો અને કાર્યકર્તાઓને એક થાય કે વિજય સુવાળા આવતા નથી. પછી મેં કહ્યું કઈ વાંધો નથી. પછી તેમને કહ્યું કે ગતરોજ હું નિષ્ક્રિય થઇ જાઉં  રાજીનામું આપીને. ત્યારે મેં તેમને કહ્યું કે આપણે કાલે મળીશું. એટલે અમે બંને ભાઈઓએ ખૂબ દિલથી મુલાકાત કરી છે.

ઈશુદાને વધુમાં કહ્યું કે, અમે તો સુખ દુઃખના સાથી રહ્યા છીએ. અમે જન સંવેદનામાં પણ સાથે રહ્યા છીએ. મારા પર હુમલો થયો ત્યારે વિજય સુવાળા પણ ત્યાં અડધી રાત્રે પહોંચ્યા હતા. હજી અમે બેસીશું. વિજય સુવાળા ગુજરાતના લોકોની આશા છે અને મને આશા છે કે, તે નાના ભાઈ તરીકે મારું વચન ભંગ નથી કરતા. જ્યારે પણ મારે કઈ પણ કામ હોય ત્યારે તેઓ કાર્યક્રમ છોડીને પણ મારા કામ માટે ગયા છે. એટલે મને વિશ્વાસ છે કે વિજય સુવાળા આમ આદમી પાર્ટીમાં સક્રિય રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp